અમદાવાદ પૂર્વમાં પોલીસ પ્રસ્તાવ: ઝોન-૮ રચાશે, વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન
પંકજ મકવાણા – અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો વચ્ચે કાયદો-વ્યવસ્થાની દેખરેખ મજબૂત કરવા અમદાવાદ સિટી પોલીસ દ્વારા નવા ઝોન-૮ની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રસ્તાવિત ઝોન માટે મયુર પાટીલની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિમણૂક થતાં યોજના ટૂંક સમયમાં અમલમાં આવવાની સંભાવના વધુ સ્પષ્ટ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઝોન-૮ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન હજુ બાકી છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આગામી એક મહિનામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી શકે છે. યોજનાનુસાર નવા ઝોનમાં પાંચથી છ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થશે, જે હાલના ઝોન-૫ અને ઝોન-૬માંથી પુનર્ગોઠવાશે. સાથે જ રામોલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપનાનો પ્રસ્તાવ પણ તૈયાર થયો…
ગુજરાત સરકારનો નગરપાલિકાને લઇ મોટો નિર્ણય : વિકાસ કામો માટે મળશે મફત જમીન, જાણો વિગત
ગુજરાત સરકારે શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. હવે નગરપાલિકાઓને સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા દર ચૂકવવાની જરૂર નહીં પડે. નિર્ણય પાછળનું કારણ અત્યારે નગરપાલિકાઓ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમને જંત્રીના નક્કી કરેલા દર મુજબ મોટી રકમ સરકારને ચૂકવવી પડતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર વિકાસપ્રોજેક્ટ્સમાં વિલંબ થતા હતા. નવા નિયમો હેઠળ નગરપાલિકાઓ પર આ ભારણ ઘટશે અને પાયાની સુવિધાઓ સમયસર નાગરિકોને ઉપલબ્ધ થશે. કઈ 11 સુવિધાઓ માટે જમીન મળશે મફતમાં? સરકાર દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર, નીચે મુજબની કામો માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવાશે: 1. નગરસેવા સદન (વહીવટી ઓફિસ) 2. ફાયર સ્ટેશન 3. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ…
ગુજરાતના શહેરોમાં હવા પ્રદૂષણ પર કડક પગલાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાની તત્કાલ અસર
શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતના મહાનગરોમાં હવા પ્રદૂષણ વધવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાનમાં રાખી, શહેરી વિકાસ વિભાગ દ્વારા માત્ર ત્રણ જ દિવસમાં 17 મહાનગરપાલિકાની 2600થી વધુ બાંધકામ સાઈટોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન 541 સાઈટોને દંડ કરી કુલ રૂ. 123 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે. રાજ્ય પહેલેથી જ સાવચેત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વિસ્તૃત એક્શન પ્લાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી કે હવા પ્રદૂષણના ભવિષ્યના ગંભીર અસરોને અટકાવવા માટે રાજ્યના તમામ વિભાગો સાથે સંકલિત પ્રયત્નો કરવાની જરૂર છે. શહેરી વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં મુખ્યમંત્રીની સૂચનાને અનુરૂપ, શહેરી વિકાસ…









