મોરોક્કોમાં બે ઇમારતો ધરાશાયી : 22ના મોત, 16 ઘાયલ
મોરોક્કાના ઐતિહાસિક શહેર ફેઝમાં બુધવારની રાત્રે એક ભયંકર અકસ્માત બન્યો હતો. શહેરના જૂના વિસ્તારમાં આવેલી ચાર-ચાર માળની બે રહેણાંક ઇમારતો અચાનક ધરાશાયી થઇ, જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 16થી વધુ લોકો ઘાયલ થયા છે. આલ-મુસ્તાકબાલ વિસ્તરમાં બનેલી આ ઘટના એટલી ગંભીર હતી કે અનેક પરિવાર કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. પોલીસે, નાગરિક સુરક્ષા દળોએ અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને રાતભર રાહત કામ ચાલુ રાખ્યું. ઇમારતોમાં પહેલેથી જ તિરાડો — છતાં કાર્યવાહી નહીં સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ બંને ઇમારતોમાં લાંબા સમયથી તિરાડો જોવા મળતી હતી. રહેવાસીઓએ ચિંતાઓ વ્યક્ત કરી હતી, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નહોતાં. પ્રાથમિક તપાસ મુજબ, માળખાકીય નબળાઇ અને જૂની ઇમારતોની…
ગ્રેટર નોઈડામાં સર્જાયો અકસ્માત: ત્રણ માળની ઈમારત ધરાશાયી, દસ મજૂરો દટાયા; એકનું મોત
નોઈડા એરપોર્ટ નજીક નાગલા હુકુમ સિંહ ગામમાં એક ગેરકાયદેસર બાંધકામ હેઠળની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. અકસ્માત સમયે લગભગ દસ કામદારો ઈમારતમાં કાર્યરત હતા. ત્રીજા માળના લિન્ટલ ખોલતી વખતે માળ તૂટી પડ્યા, જેના કારણે ઈમારત સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં 22 વર્ષીય ઝીશાન નામના કામદારનું મોત થયું, જ્યારે પાંચ અન્ય કામદારોને ઈજાઓ સાથે બચાવવામાં આવ્યા છે. અકસ્માતના તરત બાદ, રાબુપુરા પોલીસ સ્ટેશન અને NDRFની બે ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી. બાકી બચેલા કામદારોની શોધખોળ ચાલુ છે. NDRFની ટીમો મોડી રાત્રે સુધી બચાવ કામગીરીમાં વ્યસ્ત રહી. નજીકના રહેવાસીઓ અને કામદારોના પરિવારજનો પણ ઘટનાસ્થળે ભીડ બન્યા હતા. પોલીસની તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવામાં આવ્યું અને બચાવ કામગીરી સરળતાથી ચલાવવામાં આવી.…
રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ રાત્રે ઉપલેટા પંથકમાં આશરે 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જે અચાનક શહેરમાં પૂરવર્ષા જેવા પરિસ્થિતિ સર્જી. આ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે વરસાદ અને ભેજના કારણે ઉપલેટા શહેરના એક જર્જરિત મકાનની છત અને કાટમાળ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મકાન વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ હતું, જેના કારણે કોઈપણ વ્યક્તિના મોત કે ઘાયલ થવાના આશંકા ટાળી શકાય. ઘટનાની જાણ થતાં ઉપલેટા વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા…









