ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 દિવસ ચાલશે, જાણો બેઠકોની વિગત
ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની વિગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રની અવધિ અને બેઠકો ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજાશે. સત્રનું મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ 2025-26ના પૂરક અંદાજપત્રો રજૂ કરવામાં આવશે. ચર્ચા અને નાણાકીય કામકાજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા…
28 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ
કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે 29 જાન્યુઆરીએ લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આ સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, વિકાસ દર અને આગામી પડકારોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરશે. મોદી 3.0 સરકારનું બીજું પૂર્ણ બજેટ આ બજેટ મોદી 3.0 સરકારનું બીજું પૂર્ણ બજેટ હશે. ત્રીજા કાર્યકાળ દરમિયાન સરકારનું પહેલું પૂર્ણ બજેટ વર્ષ 2025માં રજૂ કરવામાં આવ્યું હતું. આવનારો બજેટ સરકાર માટે ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે દેશની આર્થિક ગતિ જાળવવા સાથે સાથે સામાન્ય નાગરિકોને રાહત આપવાની દિશામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. મધ્યમ વર્ગને રાહતની અપેક્ષા આ વખતના બજેટથી મધ્યમ વર્ગને વિશેષ રાહત મળવાની અપેક્ષા છે. ઊંચા કરવેરા, વધતી…








