અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, ટ્રસ્ટે રામભક્તોને આપી ખુશખબર
સદીઓ સુધી ચાલેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું અંતિમ ચરણ પૂર્ણ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંબંધિત માહિતીને જાહેર કરતા તમામ રામભક્તોને ખુશખબર આપી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે મંદિરના તમામ મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ગયા છે, જેમાં મુખ્ય મંદિર ઉપરાંત પરકોટાના 6 મંદિરો — ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી અને દેવી અન્નપૂર્ણા, તેમજ શેષાવતાર મંદિર પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. તમામ મંદિરો પર ધ્વજદંડ અને કળશ સ્થાપિત થઈ ચુક્યા છે. સપ્ત મંડપ અને અન્ય મંદિરોનો નિર્માણ પૂર્ણ ટ્રસ્ટે વધુમાં જણાવ્યું છે કે સપ્ત મંડપ, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી અને ઋષિ પત્ની…
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધતા ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું સર્જાઈ શકે છે, જે 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાકીનાડા નજીક, માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે. તેમણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયેલ ડિપ્રેશન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ હાલ ગોવાથી 450 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી 430 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ હાલ ભારતીય દરિયાકાંઠા પર…
જમ્મુ રેલવે ડિવિઝનની કડક કાર્યવાહી: ટિકિટ વગર મુસાફરી કરનારાઓ પાસેથી વસૂલ્યો ₹32 લાખથી વધુનો દંડ
તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ વચ્ચે ભારતીય રેલ્વેના જમ્મુ રેલવે ડિવિઝને ટિકિટ વગર તથા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. માત્ર છેલ્લા 10 દિવસમાં 2,500થી વધુ મુસાફરો પાસેથી કુલ ₹32 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઝુંબેશનું નેતૃત્વ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ઉચિત સિંઘલ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ જમ્મુ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર વિશેષ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશનો હેતુ ગેરકાયદેસર મુસાફરી રોકીને રેલવેની આવકમાં વધારો કરવાનો અને નિયમિત મુસાફરોને સુવિધાજનક સફર પૂરી પાડવાનો છે. તહેવારોના દિવસોમાં દૈનિક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવતું હતું, જેમાં અસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર મનોજ મીણા અને ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અબ્દુલ રશીદ સહિતના અધિકારીઓની ટીમે ટ્રેનો (અપ અને ડાઉન બંને) અને વિવિધ…
ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યેલો એલર્ટ, બંદરો પર લગાવાયું નંબર 3નું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. માહિતી મુજબ, મહુવા તાલુકામાં હોસ્પિટલ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના જેસર, બીલા, ઉગલવાણ અને કાત્રોડી ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાક પલળી જવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. તે ઉપરાંત, ઘોઘાના દરિયા વિસ્તારમાં કરંટ (Sea Current) જોવા મળતાં તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ…
ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ગુજરાતના 4 લોકોનું ઈરાનમાં અપહરણ, 2 કરોડ રૂપિયાની ખંડણી માંગ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી વિદેશ જવાના સપના સાથે નીકળેલા ચાર ગુજરાતીઓ ઈરાનમાં અપહરણનો ભોગ બન્યા છે. અપહરણકર્તાઓએ પરિવારજનોને વીડિયો કોલ કરીને રૂ. 2 કરોડની ખંડણી માંગ કરી છે. માહિતી મુજબ, માણસાના બાપુપુરા અને બદપુરા ગામના અજયકુમાર ચૌધરી, અનિલકુમાર ચૌધરી, નિખિલકુમાર ચૌધરી અને પ્રિયાબેન ચૌધરી 19 ઓક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેમને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમિરેટ્સ એરલાઈન દ્વારા બેંગકોક થઈને ઈરાનના તહેરાન પહોંચાડવામાં આવ્યા. તહેરાન પહોંચ્યા બાદ ચારેય લોકોને અજાણ્યા લોકો દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે. અપહરણકર્તા, જે પોતાને “બાબા” તરીકે ઓળખાવે છે, તેણે પરિવારજનોને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી છે. પરિવારજનોને મોકલેલા વીડિયોમાં ચારેય જણને નગ્ન કરીને જમીન પર ઊંધા સૂવડાવવામાં આવ્યા છે, હાથ પાછળ બાંધેલા છે અને…
Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ
શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ફેક્ટરીમાં ટાયરથી તેલ કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે બોઈલરમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે નજીકના લોકો પણ ડરી ગયા અને ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ. આગના કારણે કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો અને જાનહાનિ થઇ. બચાવ કામગીરી અને મૃતકની ઓળખ જાણી મળતાં જ, શહેરના પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. બચાવ કામગીરી ખૂબ…
વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા
નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…
ST બસનો અકસ્માત: સાપુતારા-માલેગાંવ હાઈવે પર 37 મુસાફરોનો આબાદ બચાવ
સાપુતારા-માલેગાંવ નેશનલ હાઈવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યારે નાસિકથી કડી (અમદાવાદ) જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ. ઘટના ઘાટ વિસ્તારમાં બની હતી, જ્યાં રસ્તો ઢાળવાળો અને જોખમભરો છે. બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરના સાહસના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડ્રાઇવરની હિંમતભરી કામગીરીથી ટળી મોટી દુર્ઘટના જેમજ ડ્રાઇવરને ખબર પડી કે બસની બ્રેક કામ કરવી બંધ કરી ચૂકી છે, એમજ તેણે તરત સતર્કતા દાખવી હતી. ગભરાયા વિના તેણે બસને નિયંત્રણમાં રાખી ખાડાવાળી સાઇડ પર ઉતારી દીધી, જેથી બસ પલટી ન ગઈ અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી શકાયાં. સદનસીબે, કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો છે. ઈજાઓ…
















