શિક્ષણ જગત ફરી શર્મસાર | GUJARATI NEWS BULLETIN

શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરના શિક્ષણ જગતમાંથી લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી કે.એમ.દોશી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી દિનેશ પ્રસોત્તમ ભુવા પર દસમાં ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ ઓફિસમાં બોલાવી હાથ પકડ્યો શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરિક મોનિટરિંગ નિષ્ફળ ? શિક્ષણ મંદિરમાં જ અસુરક્ષા જવાબદારી કોણ લેશે ? શું બાળકો શાળામાં સુરક્ષિત છે ખરા ? શાળા સંચાલકોની નૈતિક જવાબદારી ક્યાં ગઈ ? બાળક માટે ક્લાસરૂમ ભણતર કે ભય ?   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

બોટાદ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધ રહેશે, જાણો ક્યારથી થશે શરુ

બોટાદ માર્કેટિંગ યાર્ડનાં સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધ રહેશે. બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે અને રોજનો હજારો ટન કોટનનો માલ ત્યાં ઠાલવવામાં આવતો હોય છે. માર્ચ એન્ડિંગના કારણે આ માર્કેટ એક અઠવાડિયું બંધ રહેશે. ત્યારે ખેડૂતને જણસ ન લાવવા માટે યાર્ડ દ્વારા અપીલ કરાઈ છે –: માર્કેટિંગ યાર્ડમાં 1 એપ્રિલથી શરુ :- બોટાદ માર્કેટિંગ યાર્ડ 1 એપ્રિલથી ધમધમતું થશે. માર્ચ એન્ડિંગના હિસાબોનાં કારણે માર્કેટ અઠવાડિયું બંધ રહેશે સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કોઈ પણ જણસ વેચાણ માટે લાવી શકશે નહી.1 એપ્રિલ બાદ તમામ જણસોનો લે-વેચનો વેપાર શરૂ થશે. માર્કેટના આખા વર્ષના હિસાબો કરવાના હોવાથી માર્કેટ બંધ રાખવાની વાત સામે આવી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર હિસોબામાં…

Botad : બોટદામાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો, SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડયો

રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. બોટદામાં ડિગ્રી વગર પ્રેકટીસ કરનાર વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. બોટાદના ગ્રામ્ય પંથકમાંથી SOG પોલીસે રેડ પાડીને બોગસ ડોકટરને ઝડપી પાડયો છે. આરોપી ભદ્રાવડી ગામે ડિગ્રી વગરનો ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ડિગ્રી વગરનો ડોકટર સારવારના બહાને લોકો પાસેથી પૈસા પડાવે છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી ત્યાર બાદ પોલીસે રેડ પાડીને ડોકટરને ઝડપી પાડ્યો હતો. આરોપી ડોકટરની પૂછપરછ કરતા જાણવા મડ્યું હતું કે, બોગસ ડોક્ટર મૂળ કલકત્તાનો વતની છે. બોટાદના ભદ્રાવડી ગામેથી દવાખાનું ચલાવતો હતો. તેમની પાસેથી પોલીસને ટેબલેટ, સિરપ, ઈન્જેક્શનની સિરિંજ,બી.પી.મીટર મળી આવ્યા હતા. પોલીસે રેડ પાડી આરોપીની…

બરવાળા : શ્રીલક્ષ્મણજી મહારાજના મંદિરના પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ઇશ્વરદાસજી બાપુના પ્રાગટ્ય દિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

B INDIA BOTAD : બરવાળા ખાતે આવેલ શ્રી લક્ષ્મણજી મંદિરમાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ઇશ્વરદાસજી મહારાજ નો વંસત પંચમી ના દિવસે તારીખ.૨/૨/૨૦૨૫ ના રોજ ૧૦૪ મો જન્મદિવસ ( પ્રાગટય દિવસ) મનાવવામાં આવ્યો હતો જેમાં ૩૦૦૦ જેટલી માં દુર્ગા સ્વરૂપ દિકરાઓને પગ ધોઇને પૂજન કરવામાં આવેલ અને તેમને ભોજન કરાવી ઉપહાર અને દક્ષિણા અર્પણ કરવામાં આવેલ જેમા ૧૫૧- કીલો પેંડા દરેક દિકરીઓને દશ-દશ રૂપિયા અને એક-એક ગળામાં પહેરવાનો હાર આપવામાં આવ્યો.  

સાળંગપુર : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર

B INDIA SARANGPUR BOTAD : શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું.     શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.31-01-2025ને શુક્રવારના રોજ  સાળંગપુરમાં  શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા રંગબેરંગી  સેવંતીના મિક્સ ફુલો વડે  દિવ્ય શણગાર  કરાયો છે. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે હીરાજડિત મુગટ પહેરાવાયો  ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.     સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને  દિવ્ય  શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે  પૂજારી  સ્વામી દ્વારા કરવામાં આવી હતી.…

ગૌરવ પુરસ્કાર 2025 કાર્યક્રમ ગઢ શહેરના પટેલ સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો

ગોરસ સંપાદકીય મંડળ દ્વારા આયોજિત “ગોરસ ગઢપુર ગૌરવ પુરસ્કાર 2025” કાર્યક્રમ આજે બપોરે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મૂળભૂત રીતે ગડ્ડાના વતનીઓને વધુ ઉજ્જવળ કારકિર્દી માટે તબીબી ક્ષેત્રમાં વર્ગ 1 અને DMની ડિગ્રી મળી. દેશ અને રાજ્યમાં વિવિધ સ્થળોએ મહત્વપૂર્ણ અને જવાબદાર હોદ્દાઓ પર ખંતપૂર્વક કામ કરતા કર્તવ્યનિષ્ઠ અને મહેનતુ પુત્રો અને પુત્રીઓને ગઢા શહેર વતી ગોરસ ગઢપુર ગૌરવ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમના પ્રમુખ તરીકે લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.     એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આનંદીબેન ખાચર, દિગ્વિજય જોગિયા, ગૌરવ પંડ્યા, ડો. હીનાબેન પરમાર, ડૉ. કપિલ પંડ્યા, તુષાર જોશી, ડૉ. હિરેન કેવડિયા, ડૉ. મનન વાઘેલા, ડૉ.…

સ્વામીના નામ પર કલંક.! શ્રીજી ચરણ સ્વામીએ યુવકને મરવા કર્યો મજબૂર

B india બોટાદ : બોટાદના કારિયાણી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના શ્રીજીચરણ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધોળકાના એક યુવકને સ્વામી સાથે પરિચય થયા બાદ રૂપિયાની લેતીદેતી થઇ હતી. ત્યારબાદ સ્વામીએ તેની પાસે નાણાં અને વ્યાજની માંગણી કરીને ત્રાસ આપ્યો હતો. ગામમાં યુવકના ઘરે જઇનેઉઘરાણી કરીને મારા જેવો ખરાબ માણસ કોઇ નહીં થાય તેમ કહીને ધમકી આપી હતી. તેથી યુવકને મનમાં લાગી આવતા તેણે દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા કોઠ પોલીસે શ્રીજીચરણ સ્વામી સામે ગુનો નોંધ્યો છે. ધોળકામાં રહેતા કિશન ચૌહાણ એક કંપનીમાં નોકરી કરે છે. 2017માં ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાંથી તેમના ગામના સ્વામિનારાયણ મંદિરમાં પૂજા આરતી માટે શ્રીજીચરણ સ્વામીને મૂક્યા હતા. કિશનભાઇ મંદિરમાં દર્શન કરવા જતા હોવાથી તેમની શ્રીજીચરણ સ્વામી સાથે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ સ્વામી…