ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 દિવસ ચાલશે, જાણો બેઠકોની વિગત
ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની વિગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રની અવધિ અને બેઠકો ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજાશે. સત્રનું મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ 2025-26ના પૂરક અંદાજપત્રો રજૂ કરવામાં આવશે. ચર્ચા અને નાણાકીય કામકાજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા…
મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર
મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા પક્ષોને AIMIMના કારણે મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 2,869 બેઠકોમાંથી AIMIM 75 બેઠકો પર જીત મેળવી ચૂકી છે અથવા આગળ છે. મુંબઈની BMCમાં માત્ર ત્રણ બેઠકો જીતવા છતાં, ઔરંગાબાદ અને માલેગાંવ જેવા વિસ્તારોમાં AIMIMનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. મુંબઈમાં ત્રણ બેઠકો છતાં અસરકારક હાજરી મુંબઈમાં મુસ્લિમ મતદારોનો હિસ્સો 20 ટકા કરતાં વધુ છે. AIMIM એ તમામ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીએ BMCમાં કુલ ત્રણ બેઠકો જીતી છે: – વોર્ડ 135: ઇર્શાદ ખાન – વોર્ડ 134: મહેજબીન અતિક અહેમદ –…
અંક જ્યોતિષ/16 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/16 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. વેપારીઓ ને આજ પોતાના વેપાર માં ખોટ આવી શકે છે અને પોતાના વેપાર ને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. તમે છેલ્લા થોડા સમયથી…
ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે. આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે. રાજ્યપાલના નામે આદેશ જાહેર આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય…
Jammu Kashmir: પૂંછમાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા, સેનાએ ગોળીબાર કરીને જવાબ આપ્યો
જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ડ્રોન પ્રવૃત્તિ ફરી એકવાર સામે આવી છે. પૂંછ જિલ્લાના દિગ્વાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, જેના પગલે ભારતીય સેનાએ તરત જ કાર્યવાહી કરીને 40થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડ્રોન પાકિસ્તાની સેનાની 24 પીઓકે યુનિટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 03 પીઓકે બ્રિજ હેઠળ આવે છે. ઘટનાના પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ડ્રોન ગતિવિધિ પૂંછ ઉપરાંત સાંબા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પણ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિના અહેવાલો સામે આવ્યા છે. થોડા સમય પહેલાં રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોમાં ચેતવણી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે…
GSSSB ભરતી 2026: માર્ગ અને મકાન વિભાગમાં 388 જગ્યાઓ માટે ભરતી જાહેર, 16 જાન્યુઆરીથી અરજી શરૂ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-3ની મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 388 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની 336 જગ્યાઓ અને રેખનકાર (ડ્રાફ્ટસમેન) વર્ગ-3ની 52 જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરવાની તારીખ લાયક ઉમેદવારો 16 જાન્યુઆરી 2026થી 30 જાન્યુઆરી 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) GSSSBની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. – અરજી કરવા માટેની વેબસાઇટ: ojas.gujarat.gov.in ભરતીની વિગત સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ: માર્ગ અને મકાન વિભાગ વર્ગ: વર્ગ-3 કુલ જગ્યા: 388 વર્ક આસિસ્ટન્ટ: 336 રેખનકાર (ડ્રાફ્ટસમેન): 52 જાહેરાત ક્રમાંક: 355/2025-26 આ ભરતી અંતર્ગત અધિક્ષક ઈજનેર તથા સંયુક્ત નિયામકના નિયંત્રણ હેઠળ આવતી વિવિધ…
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા મોદી સરકારનું ‘મેગા ઓપરેશન’, આવતીકાલે પ્રથમ ટુકડી વતન પરત
ઈરાનમાં આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ઇરાનમાં ભારતીયો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. અત્યાર સુધી આશરે 3428 લોકોના મોતની જાણ થઈ છે. ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ૧૦,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગે વિદ્યાર્થી અને શ્રદ્ધાળુઓ છે, તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કું: – આવતીકાલે સવારે ૮ વાગ્યે પ્રથમ બેચ ભારત માટે મોકલાશે. – સૌથી જોખમી વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓને પહેલાં લાવવામાં આવશે. – વિદેશ મંત્રાલય અને ઈરાન સરકાર દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. સુવિધા અને તૈયારીઓ: – પેસેન્જર મેનિફેસ્ટ તૈયાર કરી રહેલ છે. – ભારતીય દૂતાવાસ ઈરાનમાં ફસાયેલા લોકોની વિગતો એકત્ર કરી રહ્યું છે. – વિદ્યાર્થીઓને તમામ દસ્તાવેજો અને સામાન સાથે તૈયાર રહેવાની સૂચના આપી છે.…
રાશિફળ/15 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. પ્રવાસ કરવા માટે…















