સુરત: કોબ્રા સાપના ઝેરનું મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું, 7 આરોપીઓ ઝડપાયા
સુરત પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ 6.5 મિલીલીટર કોબ્રા ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેના આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્યનો અંદાજ 5.85 કરોડ રૂપિયા છે. પોલીસે 7 આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે અને અન્ય 5 વડોદરાના રહેવાસી છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી હતી. જપ્ત કરાયેલ ઝેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમ કે: – બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક માટેની દવા – લોહી ગંઠાવાની દવા – એન્ટી વેનોમ – કેન્સર ઉપચાર માટેની દવા – કેટલીક વખત રેવ પાર્ટીમાં નશાના…
અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા
દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા બેઠક યોજી હતી. આ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુચારુ, શિસ્તબદ્ધ અને ગૌરવસભર આયોજન માટે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદન સમારોહ, પરેડ વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ, આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા, ટેબ્લો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉપસ્થિત રહેનારા નાગરિકોને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા…
વિરમપુરમાં રાજ્યપાલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો, પ્રાકૃતિક ખેતીને આપ્યું પ્રોત્સાહન
બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલએ વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિધાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો..આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે વિદ્યામંદિર તથા તાલીમ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા…
વિરમપુરની GSTES કન્યા શાળામાં રાજ્યપાલનો સાદગીપૂર્ણ રોકાણ અને યોગાભ્યાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં રાત્રી નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલ ગ્રામ્ય જીવનની સહજતા, આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવનપદ્ધતિને નજીકથી અનુભવી, શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું. રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલએ શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. રાજ્યપાલએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે રાજ્યપાલએ જણાવ્યું હતું કે,“યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા વિકસે છે.” રાજ્યપાલએ બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો…
રાશિફળ/20 જાન્યુઆરી 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે-જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા…
અંક જ્યોતિષ/20 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
વંદે ભારત સ્લીપર ટ્રેન: ટિકિટ રદ અને RAC સુવિધામાં મોટા ફેરફાર, નવા રિફંડ નિયમ જાહેર
ભારત રેલ્વે દ્વારા હાવડા-કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે શરૂ કરવામાં આવેલી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન હવે મુસાફરો માટે નવા કડક નિયમો સાથે આવી છે. આ પ્રીમિયમ ટ્રેન ફ્લાઇટની સુવિધા અને સ્પીડ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયેલી છે, પરંતુ ટિકિટ રદ અને RAC (Reservation Against Cancellation) સુવિધામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટિકિટ રદ કરવા પર વિશેષ નિયમો નવા નોટિફિકેશન અનુસાર, ટિકિટ રદ કરવા માટે મુસાફરે નિર્ધારિત સમયગાળા (પ્રારંભિક 8 કલાક)માં જ રદ કરવાની રહેશે, નહીતર કોઈ રિફંડ નહીં મળે. આનો અર્થ એ છે કે, સમયપત્રક મુજબ રદ ન કરેલી ટિકિટ માટે સંપૂર્ણ ભાડું ગુમાવવું પડશે. RAC સુવિધા રદ સામાન્ય ટ્રેનોમાં RAC સુવિધા દ્વારા બોર્ડિંગની ગેરંટી આપવામાં આવતી હતી. વંદે ભારત સ્લીપર ટ્રેન માટે આ સુવિધા સંપૂર્ણ રીતે…
આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આગમન રાજકોટમાં, શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત વિશેષ સંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પરમપૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત રવિવારે રાજકોટના સેવાભારતી ભવનમાં આગમન થયા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ જાહેર સભાને સંબોધન નહીં કરે, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ કરશે. આ મુલાકાત દરમિયાન, ડૉ. મોહનજી ભાગવત ‘પંચ પરિવર્તન’ ના વિષયો પર ભાર મુકશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે આ સંવાદ દ્વારા ઊંડું ચિંતન અને વિચારોનો વિનિમય થશે. ઉલ્લેખનીય છે કે, ડૉ. મોહનજી ભાગવતનો ગુજરાત સાથે દેહ અને પારિવારિક સંબંધ છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવત, ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવતા રહ્યા…















