ચા-કોફીથી લઈને ફાર્મા આઇટમ્સ સુધી 0% ટેરિફ, ભારત-અમેરિકા અંતરિમ ટ્રેડ ડિલની મોટી જાહેરાત
ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ ટ્રેડ ડિલના ફ્રેમવર્ક જાહેર થયા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની વિગતો જાહેર કરી. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતની અનેક નિકાસ વસ્તુઓ પર 0 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે ભારતે અમેરિકાને કૃષિ અને ડેરી ઉત્પાદનો પર કોઈપણ પ્રકારની છૂટ આપેલી નથી. પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે આ કરાર ભારતીય ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. સાથે જ આ ફ્રેમવર્ક ભારત માટે વિશ્વના સૌથી મોટા બજારમાં વધુ તકો ખોલશે. આ વસ્તુઓ પર લાગશે 0% ટેરિફ અમેરિકા દ્વારા ભારતની જે વસ્તુઓ પર શૂન્ય ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે તેમાં જેમ્સ અને ડાયમંડ્સ, ફાર્મા અને ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટફોન, મસાલા, ચા, કોફી, નારિયેળ,…
ઠંડી વિદાય લઈ રહી છતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની આગાહી, તાપમાનમાં પણ આવશે ફેરફાર
ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપોની અસર શરૂ થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 10 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ 10 ફેબ્રુઆરીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ સ્થિતિ ખેતી પર અસર કરી શકે હોવાથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તાપમાન રહેશે…
ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે કે નહીં? પીયૂષ ગોયલે સીધો જવાબ ટાળ્યો, કહ્યું – નિર્ણય જરૂરિયાત પ્રમાણે લેવાશે
ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે કે ચાલુ રાખશે – આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે જણાવ્યું કે આ વિષય પર વિદેશ મંત્રાલય દ્વારા ધ્યાન આપવામાં આવશે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની જરૂરિયાતોને આધારે નિર્ણય લેશે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકા સાથે વેપાર કરાર થયા બાદ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. જોકે, ભારત સરકાર તરફથી આ દાવા પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત બજારની પરિસ્થિતિ અને શ્રેષ્ઠ સોદા આધારે બિન-પ્રતિબંધિત સંસ્થાઓ પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. તેલની કિંમતો પણ બજારની માંગ અને પુરવઠા પર આધારિત રહેશે. આ દરમિયાન…
અમદાવાદ : મેટ્રો હવે મોડી રાત સુધી દોડશે, ટી-20 વર્લ્ડકપ ફેન્સ માટે રાહત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ટી-20 વર્લ્ડકપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ મુસાફરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સ્ટેડિયમમાંથી પરત ફરતા હજારો દર્શકોને સુવિધા રહે તે માટે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. મોટા ફેરફારોમાં સમાવિષ્ટ છે: – મોટેરા સ્ટેડિયમ થી APMC: રાત્રે 10:00 થી 12:30 સુધી વિશેષ ટ્રેન સેવા – ઓલ્ડ હાઇકોર્ટ થી વસ્ત્રાલ ગામ: રાત્રે 12:50 સુધી વિશેષ ટ્રેન સેવા – ગાંધીનગર થી મહાત્મા મંદિર રૂટ: રાત્રે 11:40 થી 12:10 સુધી વિશેષ ટ્રેન સેવા સામાન્ય રીતે મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી જ કાર્યરત હોય છે, પરંતુ વર્લ્ડકપના ઉત્સાહને જોતા મોડી રાત સુધી ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સુવિધાથી: – સ્ટેડિયમ આસપાસનું ટ્રાફિક ભારણ…
અંક જ્યોતિષ/08 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/08 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે। તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમી ને…
T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયાએ USAને 29 રનથી હરાવી, સૂર્યકુમાર યાદવની ધમાકેદાર અડધી સદી
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની ગ્રુપ Aની પોતાની પહેલી મેચમાં યુએસએ ટીમને 29 રનથી હરાવી. આ જીત ભારતીય ટીમ માટે ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત સાબિત થઈ છે. ભારતને ટોસ હારીને પહેલા બેટિંગ કરવાની તક મળી, જેમાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવની 84 રનની અણનમ ઈનિંગે ટીમને સારા પોઝિશનમાં મુકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. યુએસએનો પીછો નિષ્ફળ ટાર્ગેટનો પીછો કરતી વખતે યુએસએ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન બનાવી શકી. ભારતીય બોલર્સે શાનદાર દેખાવ કર્યું. મોહમ્મદ સિરાજે 3 વિકેટ, જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીએ 1 વિકેટ મેળવી યુએસએના બેટ્સમેનને હેરાન કરી દીધા. યુએસએની શરૂઆત ખરાબ રહી. એન્ડ્રિસ…
ભારત-પાક મેચ પર સંકટ: ICC એ પાકિસ્તાન બોર્ડની ‘ચાલબાજી’ પકડી, પૂછ્યા અણીયારા સવાલ
આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટના મેદાન પર રાજકીય અને કાનૂની વિવાદ તેજ થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીની ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચના બહિષ્કાર અંગે ICC ને લેખિતમાં જાણ કરી છે. PCB એ ‘ફોર્સ મેજ્યુર’ (અસાધારણ પરિસ્થિતિ) કલમનો હવાલો આપી પોતાની સરકારના આદેશને બહાનું બનાવ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ દલીલને ફગાડી પાકિસ્તાને જવાબ આપવા માટે દબાણ વધારી દીધું છે. ICC એ સ્પષ્ટ પૂછ્યું છે કે, જો પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટની અન્ય તમામ મેચો રમવા તૈયાર છે, તો માત્ર ભારત સામેની એક મેચ માટે જ કટોકટી કે સરકારી આદેશ કેવી રીતે લાગુ પડી શકે? PCB એ દાવો કર્યો હતો કે તેઓ બાંગ્લાદેશની સમર્થનમાં ભારત સામે નહીં રમે, કારણ કે સુરક્ષાના…
BCCI એ વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત,વિરાટ કોહલી અને રોહિત શર્મા A+ કેટેગરીમાં યથાવત્
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2024–25 માટેની વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 30 ભારતીય ખેલાડીઓને ચાર અલગ-અલગ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટ યાદીથી સ્પષ્ટ થાય છે કે BCCI હવે માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ શિસ્ત અને ઘરેલું ક્રિકેટને પણ સમાન મહત્વ આપી રહ્યું છે. A+ કેટેગરીમાં સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને યથાવત્ રાખવામાં આવ્યા છે. તેમની સાથે જ ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ ચારેય ખેલાડીઓ ભારતીય ક્રિકેટની રીડ તરીકે ગણાય છે અને તેમનું સ્થાન બોર્ડના વિશ્વાસને દર્શાવે છે. આ યાદીમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ ફેરફાર ઈશાન કિશન અને…
















