દુબઈ એર-શો દરમિયાન તેજસ વિમાન ક્રેશ: વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ, દેશે ગુમાવ્યો બહાદુર પાઇલટ

દુબઈ એર-શો 2025 દરમિયાન ભારતના તેજસ ફાઇટર જેટ સાથે ગંભીર અકસ્માત થયો, જેમાં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ થયા. પ્રદર્શન ઉડાન દરમિયાન વિમાન અચાનક અનિયંત્રિત થઈ જમીન સાથે અથડાયું. અકસ્માત બપોરે લગભગ 3:40 વાગ્યે થયો હતો. બહાદુરીથી બચાવ્યો હજારો લોકોનો જીવ Indian Air Forceના પ્રાથમિક અહેવાલ મુજબ, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિંગ કમાન્ડર નમન શ્યાલે વિમાનને ભીડથી દૂર લેનાર છેલ્લી ઘડીએ પ્રયાસ કર્યો. જો તેઓ ઇજેક્ટ થઈ જતા, તો વિમાન ભીડ પર પડી મોટા પાયે જાનહાનિ થવાની શક્યતા હતી. પરંતુ પાઇલટ અંત સુધી કોકપિટમાં રહ્યા અને લોકોનું જીવન બચાવવા પોતાનું જીવન બલિદાન આપ્યું. કોણ હતા વિંગ કમાન્ડર નમન શ્યાલ? – હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નાગરોટા વિસ્તારના રહેવાસી – વય માત્ર 34 વર્ષ –…

ઓપરેશન સિંદૂરના વીર જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ એનાયત, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સંરક્ષણ અભિયાનોમાં બહાદુરીના કાર્યો માટે 127 સૈનિકોને ગેલેન્ટ્રી એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેનાના અને વાયુસેનાના અનેક જવાનોને વીર ચક્ર, શૌર્ય ચક્ર, વાયુ સેના મેડલ જેવી પ્રતિષ્ઠિત માન્યતાઓથી સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માનિત જવાનોની સફળતા કથાઓ: – કર્નલ કોશાંક લાંબા (302 મિડિયમ રેજિમેન્ટ): અસાધારણ નેતૃત્વ અને ત્વરિત હવાઈ ઓપરેશન માટે વીર ચક્રથી સન્માનિત. દુશ્મન વિસ્તારમાં મોટી ગુપ્તતા સાથે યુનિટની તૈનાતી સફળતાપૂર્વક સંચાલિત કરી. – લેફ્ટનન્ટ કર્નલ સુશીલ બિષ્ટ (1988 ઇન્ડિપેન્ડન્ટ મિડિયમ બેટરી): શત્રુ છાવણીઓનો ખત્મ કરતા બતાવેલી અદમ્ય હિંમત માટે વીર ચક્ર એનાયત. – ગ્રુપ કેપ્ટન રણજીત સિંહ સિદ્ધુ (ફ્લાઈંગ પાયલોટ): ફાઈટર જેટથી શત્રુના મહત્વના લક્ષ્યો પર સચોટ હુમલો કરી પોતાના દળ…