બાંગ્લાદેશમાં શેંખ હસીના પછી હવે યુનુસ સરકાર સામે વિરોધની આગ, ફરીએવાર ભારે વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થતી જોવા મળી રહી છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાને એક વર્ષ પણ પસાર થયું નથી અને વિદ્યાર્થીઓ વર્તમાન સરકાર વિરુદ્ધ બાંગ્લાદેશમાં રસ્તાઓ પર જોવા મळलળી રહ્યા છે. ગત વર્ષે વિદ્યાર્થીઓએ શેખ હસીના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. હવે ફરી એકવાર વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ વખતે નિશાને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે સડકો પર ઉતરેલા વિદ્યાર્થીઓ મોહમ્મદ યુનુસની સરકારના કેટલાક નિર્ણયોથી ખુશ નથી. યુનુસ સરકારના આ નિર્ણયોમાં દેશનું નામ બદલવા અને બંધારણ બદલવાની જાહેરાત સામેલ છે.   સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા:  31 ડિસેમ્બર, 2024…

બાંગ્લાદેશમાં બંધારણને બદલવાના ઉદ્દેશ્ય સાથે આજે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, 30 લાખથી વધુ લોકો એકત્ર કરવાની યોજના

શું બાંગ્લાદેશમાં ફરી બળવો થશે? બાંગ્લાદેશના લોકોના મનમાં આ પ્રશ્ન ફરી ઉઠી રહ્યો છે કારણ કે જે વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કર્યું હતું અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી, આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાંકાના શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. અહીંથી ક્રાંતિની જાહેરાત કરવામાં આવશે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશના બંધારણને બદલવાનો છે.આ સભા માટે 30 લાખથી વધુ લોકોને એકત્ર કરવાની યોજના છે. જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો આ બેઠકનો ઘણો પ્રચાર કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતાઓની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઘૂંટણિયે પડેલી જોવા મળે છે. -> સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની…

ચીન બ્રહ્મપુત્રા નદી પર બનાવી રહ્યું છે વિશ્વનો સૌથી મોટો બંધ, ભારતની ચિંતા વધી

ચીને ભારતીય સરહદની નજીક તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને મંજૂરી આપી છે, જે 137 બિલિયન યુએસ ડોલરની કિંમતનો વિશ્વનો સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જેણે તટવર્તી રાજ્યો તેમજ ભારત અને બાંગ્લાદેશમાં ચિંતા વધારી છે. બુધવારે રાજ્ય સંચાલિત ઝિન્હુઆ ન્યૂઝ એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ચીનની સરકારે બ્રહ્મપુત્રાના તિબેટીયન નામ યાર્લુંગ ઝંગબો નદીના નીચલા ભાગોમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. -> આટલો મોટો ડેમ :- મોર્નિંગ પોસ્ટે ગુરુવારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ચીન દ્વારા બનાવવામાં આવી રહેલો આ બંધ હિમાલય ક્ષેત્રમાં એક વિશાળ ખીણ પર બાંધવામાં આવનાર છે, જ્યાં બ્રહ્મપુત્રા નદી અરુણાચલ પ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહેવા માટે મોટો યુ-ટર્ન લે છે. ડેમમાં કુલ રોકાણ એક ટ્રિલિયન યુઆન…

શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?

તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશની બાગડોર સંભાળી રહી છે. દરમિયાન બાંગ્લાદેશ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણપાત્ર ફોજદારી કેસો અંગે થયેલી સંધિને જોતા ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે છે. શેખ હસીના બાંગ્લાદેશ જશે તો તેમનું શું થશે? આ અંગે બાંગ્લાદેશના કાયદા શું છે? ચાલો તમને જણાવીએ. -> શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી…

બાંગ્લાદેશ સરકારનો ભારત પર વધુ એક આરોપ, જાણો તપાસપંચે તેના રિપોર્ટમાં શું કહ્યું

બાંગ્લાદેશ ભારત પર સતત નવા આરોપોનો વરસાદ કરી રહ્યું છે. હવે બાંગ્લાદેશના એક તપાસ પંચે દેશમાંથી લોકો ગાયબ થવામાં ભારતની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. આ કમિશનની રચના બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી હતી. હવે તપાસ પંચે દાવો કર્યો છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન દેશમાં ‘જબરી ગાયબ’ના કેસોમાં ભારત સામેલ હતું. તેના અહેવાલના સમર્થનમાં બે વિશિષ્ટ કેસોને ટાંકીને પંચે રેપિડ એક્શન બટાલિયન (RAB)ની ભૂમિકા વિશે પણ વાત કરી છે. તેથી તપાસ પંચે પણ RAB નાબૂદ કરવાની ભલામણ કરી છે. ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. હવે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલા નવા આરોપો આ તણાવને વધુ વધારી શકે છે. બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી BSSએ કહ્યું કે…

ભારત સાથે સંબંધો બગાડવા બાંગ્લાદેશને પડશે ભારે, આ બાબતોમાં બાંગ્લાદેશ છે ભારત પર નિર્ભર

1971 માં, ભારતે તેની લશ્કરી અને આર્થિક શક્તિના બળ પર બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજોગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. ઓગસ્ટ 2024 માં શેખ હસીના સરકારના પતન અને ભારત વિરોધી શક્તિઓના સત્તામાં આવ્યા પછી બાંગ્લાદેશમાં આર્થિક અને સામાજિક પતન શરૂ થયું છે. -> આર્થિક દૃષ્ટિકોણથી બાંગ્લાદેશની ભારત પર નિર્ભરતા ઘણી હદ સુધી છે :- બાંગ્લાદેશની 94% સરહદ ભારત સાથે છે. આ 4,367 કિલોમીટર લાંબી સરહદને કારણે બાંગ્લાદેશનો વેપાર અને સુરક્ષા ભારત પર ખૂબ નિર્ભર છે. ઉદાહરણ તરીકે, 2022-23માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો કુલ વેપાર $16 બિલિયન હતો. આમાં, બાંગ્લાદેશની ભારતમાં નિકાસ માત્ર 2 અબજ ડોલર હતી, જ્યારે ભારતમાંથી આયાત 14 અબજ ડોલર હતી.…

બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવતો નક્શો જાહેર કરતા વિવાદ

મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના ‘સલાહકાર’ તરીકે કામ કરનાર મહફૂઝ આલમે વિજય દિવસના અવસર પર મોટો વિવાદ ઉભો થાય તેવો નકશો જાહેર કરી પોતાના નાપાક ઇરાદા છતા કરી દીધા. 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીતની યાદમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવે છે. સોમવારે ફેસબુક પર પોસ્ટ કરીને, કટ્ટર ઇસ્લામવાદી મહફૂઝ આલમે સૌથી પહેલા ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર ભારતમાં રહેતા લોકો વચ્ચે સંસ્કૃતિના આધારે મતભેદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિવાદાસ્પદ નકશો બહાર પાડ્યો, જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, વિવાદ વધ્યા બાદ તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. -> ઉત્તર પૂર્વ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો :- મહફૂઝ આલમે પોતાની…