Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો છે. સંગઠનમાં નિમણૂકને લઈને પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી રાજીનામું ધરી દેશે એવી ચીમકી ઉચ્ચારી છે. પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં પ્રમુખની નિમણુંકને લઈને ગઇકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાંબંધી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે. 3 વાગ્યે આપશે રાજીનામું પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. બીજી તરફ આ નિમણૂકને લઈ ગઇકાલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે નિમણુક કરવામાં…







