Bindia
- Breaking News , Trending News
- January 31, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, જાણો શું થઈ ચર્ચા…
નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે, “ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં FIRથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા છે.” અમિત શાહે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં જણાવ્યું કે, આગામી 30 એપ્રિલ, 2025 સુધીમાં…







