પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજુરી ન અપાઇ, એરપોર્ટ પરથી જ પરત રવાના કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન નિયમો પર ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. દરમિયાન, તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશન સંબંધિત વાંધાઓને કારણે, યુએસ અધિકારીઓએ તેમને દેશ છોડવાનું કહ્યું, ત્યારબાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા. આ પણ વાંચો :- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન થવા મામલે મસ્કનો દાવો, યુક્રેનથી થયો સાયબર અટેક પાકિસ્તાન સરકાર તેમને પાછા બોલાવી શકે છે :- રાજદૂત કે.કે. એહસાન વાગન પાસે માન્ય યુએસ વિઝા અને બધા જરૂરી દસ્તાવેજો હતા અને તે લોસ એન્જલસની વ્યક્તિગત…