કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેન્સર વિરોધી ઉપચારાત્મક તત્વ તરીકે માન્યતાપાત્ર બની ચૂક્યું છે. શું છે એલિસિન? એલિસિન એ લસણમાં રહેલું એક પ્રાકૃતિક ઓર્ગેનોસલ્ફર સંયોજન છે, જે લસણને ક્રશ કરવાથી અથવા ચપટી દેવાથી સક્રિય થાય છે. રિસર્ચ ગેટ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રમાણે, એલિસિનમાં એવી ક્ષમતા હોય છે કે જે શરીરમાં કેન્સરજાત કોષોની વૃદ્ધિને અવરોધી શકે છે. તેથી લસણને પ્રાકૃતિક “એન્ટી-કેન્સર એજન્ટ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. લસણના મુખ્ય ફાયદાઓ: 1. કેન્સર સામે રક્ષણ એલિસિન સહિતના ઓર્ગેનોસલ્ફર તત્વો કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવે છે.…