IAF ચીફે ઓપરેશન સિંદૂર અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ગુરુવારે ઓપરેશન સિંદૂરને તાજેતરના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી ગણાવી હતી અને કહ્યું હતું કે આ કાર્યવાહી ભારતની મજબૂત એર ડીફેન્સ સીસ્ટમ ક્ષમતાઓ અને સંયુક્ત સેવા આયોજનનું પ્રદર્શન કરે છે. વાયુસેનાના વડાએ દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે પાંચ પાકિસ્તાની F-16 અને JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યા હતા. વાયુસેનાના વડાએ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ત્રણેય સેવાઓ વચ્ચેના તાલમેલનું પ્રતિબિંબ હતું. વાયુસેનાના વડાએ કહ્યું હતું કે ત્રણેય સેવાઓએ સુદર્શન ચક્ર વાયુ સંરક્ષણ પ્રણાલી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે, એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું, “જ્યાં સુધી પાકિસ્તાનના નુકસાનની વાત છે… અમે તેમના મોટી સંખ્યામાં એર બેઝ અને…







