આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે મેચ, ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ
B INDIA અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. લાંબા સમય બાદ અમદાવાદમાં વન ડે ઈન્ટરનેશનલ મેચ યોજાશે. ગુજરાત બહારથી પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યાં છે. મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. -> ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં :- ભારત VS ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઇ ચુકી છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હતી. બીજી વન-ડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી હવે ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં યોજાવાની છે. આ મેચને લઇને દર્શકોમાં ભારે ઉત્સુક્તા છે. સ્ટેડિયમમાંથી વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે. -> બુક માય શો પરથી પણ મળી શકશે ટિકિટ…







