રાજ્યને મળશે વધુ એક તાલુકો ! શંકર ચૌધરીએ જાણો શું આપ્યો સંકેત

રાજ્યમાં બનાસકાંઠાના વિભાજન બાદ વાવ- થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ જાહેરાતને લઈને ધાનેરા, ભાભર, દિયોદર અને કાંકરેજ સહિત અનેક તાલુકાઑએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હવે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે. રાહ ખાતે પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગ દરમિયાન રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે થરાદનો વિકાસ કરવામાં આવ્યો છે. રાહના સંકેતો આપતા કહ્યું કે, જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારીઓ અને પ્લાનિંગ તો બધાએ ભેગા મળીને કરવું…