વિશ્વ માતૃભાષા દિવસ: માહિતી કમિશનરની કચેરી ખાતે ગુજરાતી ભાષાના ગૌરવગાન સાથે વિશેષ કાર્યશાળા યોજાઈ
સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માતૃભાષાના જતન અને સંવર્ધન માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. માહિતી કમિશનરની કચેરી ખાતે કમિશનર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતી ભાષાના મહિમા’ પર કેન્દ્રિત એકદિવસીય કાર્યશાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેકભાઈ ત્રિવેદી તેમજ સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માહિતી કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માતૃભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોની વાહક છે. વહીવટી કાર્યમાં પણ માતૃભાષાનો વિનિયોગ વધે તે દિશામાં પ્રયાસો કરવા તેમણે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગરના ટ્રસ્ટી કિશોરભાઈ જિકાદરા દ્વારા…







