મણિપુરને મળશે નવા મુખ્યમંત્રી, BJP અહીં બે નાયબ મુખ્યમંત્રી કરશે નિયુક્ત
એક વર્ષ પછી, ભાજપ મણિપુરમાં નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. વરિષ્ઠ નેતા યુમનમ ખેમચંદ સિંહને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ નવા મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. નેમચા કિપગેનને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવશે . આ મણિપુરમાં મેઇતેઈ સમુદાય ઉપરાંત કુકી સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા હતા. આના કારણે તેમનું પદ ગુમાવવું પડ્યું અને વધુ સંઘર્ષ ટાળવા માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ખેમચંદ સિંહ મેઈતેઈ સમુદાયના છે. કિપગેન પણ કુકી નેતા છે. આ પહેલને રાજ્યમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી…







