અમદાવાદ તથા વડોદરાની સ્કૂલને મળી બોમ્બની ધમકી, તંત્ર દોડતું થયું
ભારતમાં છેલ્લા ઘણા સમયથી પ્લેન અને શાળાઓ તથા કચેરીઓને બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે ફરી અમદાવાદ અને વડોદરાની શાળાઓને બોમ્બની ધમકી મળતા હડકંપ મચ્યો છે. બોમ્બની ધમકીને લઈ તંત્ર એક્શનમોડમાં આવ્યું છે. આ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદની ત્રણ અને વડોદરાની આઠ સ્કૂલને ઈમેઈલથી બોમ્બની ધમકી મળી છે. વડોદરામાં ઊર્મિ સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કુલ બગીખાના અને ડી આર અમીન સહિતની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા ઇસમે ધમકીભર્યો ઈ-મેઈલ કર્યો હતો. ઈમેઈલ મળતા જ વડોદરાની સ્કૂલોમાં વિધાર્થીઓને રજા આપી દેવાઈ છે. અમદાવાદની ત્રણ શાળોને બોમ્બની ધમકી અમદાવાદ શહેરની મકરબામાં…







