Bindia
- Trending News , વિશેષ
- July 8, 2026
વૈશ્વિક સંકેતોની અસર! ચાંદીના ભાવમાં હલચલ, વેપારીઓની બજાર પર તીક્ષ્ણ નજર
ચાંદીના ભાવમાં હલચલ: વૈશ્વિક સંકેતો અને ઔદ્યોગિક માંગ વચ્ચે વધઘટ યથાવત આંતરરાષ્ટ્રીય બજારમાં મળતા સંકેતો અને ઔદ્યોગિક માંગમાં થતા ફેરફારોને કારણે ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ ચાંદીના ભાવ વૈશ્વિક ટ્રેન્ડને અનુસરી રહ્યા છે, જેના કારણે વેપારીઓ અને રોકાણકારો બજારની આગામી દિશા પર નજીકથી નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચાંદી માત્ર કિંમતી ધાતુ જ નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વ્યાપક ઉપયોગમાં લેવાતી હોવાથી તેની કિંમતો પર ઔદ્યોગિક માંગની સીધી અસર પડે છે. ઈલેક્ટ્રોનિક્સ, સોલાર એનર્જી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાંથી મળતી માંગ ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડૉલરની ચાલ અને કોમોડિટી માર્કેટના વલણને કારણે ચાંદીમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જેના કારણે ટૂંકા ગાળામાં ભાવમાં વધઘટ ચાલુ રહેવાની…
ચાંદીના ભાવમાં એક જ ઝાટકે થયો 21,000થી વધુનો ઘટાડો, જાણો શું થયું
ચાંદી છેલ્લા ઘણા સમયથી પોતાની કિમતને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન આજે સોમવારે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. MCX પર ભાવ વધીને ₹2.54 લાખ પ્રતિ કિલો થયો. પરંતુ પછી, અચાનક કિમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે ચાંદી એક જ ઝટકામાં ₹21,000 થી વધુ સસ્તી થઈ ગઈ. એક રીતે, બુલિયન બજારમાં મોટો નાટક જોવા મળ્યું. દિવસની શરૂઆતમાં ચાંદીના ભાવે ઇતિહાસ રચ્યો, ફક્ત એક જ કલાકમાં ₹21,500નો ઘટાડો થયો. રોકાણકારો મૂંઝવણમાં છે કે આટલો મોટો ઘટાડો શા માટે થયો. આજે સવારે MCX પર માર્ચ મહિનામાં ચાંદીના વાયદાના ભાવે પ્રતિ કિલો ₹254,174નો રેકોર્ડ તોડ્યો ત્યારે એવું લાગતું હતું કે આ 2025નું ચાંદીનું છેલ્લું ટ્રેડિંગ સત્ર હશે. જોકે, બજારમાં નફા-બુકિંગની લહેર ફેલાઈ જતાં, ભાવ પલટાઈ ગયો અને…
ચાંદીમાં અભૂતપૂર્વ તેજી, કિલોગ્રામનો ભાવ પોણા બે લાખની સપાટીને પાર
ચાંદીના ભાવમાં અપ્રતિમ તેજી જોવા મળી રહી છે, જ્યાં ચાંદીનું ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,90,000 થી વધુ પહોંચીને પોણા બે લાખની સપાટી પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ મુજબ, માત્ર એક જ દિવસે ચાંદીના ભાવમાં ₹10,000 નો ઝટકો નોંધાયો છે. આ તેજી પાછળ વૈશ્વિક બજારમાં સપ્લાયની અછત અને ઔદ્યોગિક માંગમાં સતત વધારો છે. ખાસ કરીને સોલર ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઝ, સેમીકન્ડક્ટર્સ અને 5G ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ચાંદીની વધતી માંગ એ મોટો કારણ છે. લંડન બુલિયન માર્કેટ અને US સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર 2025માં પણ ચાંદીના સપ્લાયમાં ખાધ રહેવાનું અનુમાન છે. ભારતીય બજારમાં ફિઝિકલ ચાંદીની અછતને કારણે સ્થાનિક ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં વધારે પ્રીમિયમ પર ટ્રેડ થાય છે. બજાર નિષ્ણાતો માને છે કે ચાંદીનો ભાવ…









