ખેડબ્રહ્મામાં આંજણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીનો 11 મો પાટોત્સવ યોજાયો
ખેડબ્રહ્મા ,જયેશ ઠાકોર/ શૈલેષ પટેલ : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આંજણા ચૌધરી સમાજની કુળદેવી અર્બુદા માતાજી નો 11 મો પાટોત્સવ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક યોજાયો. આજરોજ તારીખ 27-11-25 ને ગુરુવારના રોજ પટેલ માધાભાઈ શામળભાઈ સમાજ વાડીમાંથી સવારે 10:00 કલાકે અર્બુદા માતાજીની શોભા યાત્રા પ્રસ્થાન થઈ હતી. અર્બુદા માતા નો ફોટો સુંદર શણગારેલ રથમાં પ્રસ્થાપિત કરાયો હતો. આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક થઈ ગામ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી પરત સમાજવાડીમાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર અન્ય સમાજના લોકોએ પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું અને માં અર્બુદા ના દર્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર. પટેલ, પૂર્વ સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ અર્બુદા…







