ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને આજથી હડતાળની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ તેમની વારંવારની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
આરોગ્યકર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર, DDOને આવેદનપત્ર આપશે. તેમજ 18 અને 19 માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે. આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદન પત્રમાં ગ્રેડ પે, ટેક્નિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનોનો ઉકેલ ના આવતા રોષે ભરાયા છે. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી જાહેરાત કરાયેલ અચોક્કસ મુદતની હડતાળમાં ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિત જિલ્લા કક્ષાના સુપરવાઈઝર પણ સામેલ છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું
શું છે આરોગ્ય કર્મચારીઓની માંગ? :- આરોગ્ય કર્મચારીઓને તમામ સંવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો તેમજ ગ્રેડ- પેમાં સુધારણા કરવામા આવે અને ખાતાકીય પરીક્ષામાં મુક્તિ આપવાને લઈને મહત્વની માંગ છે. ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણના MPHW, FHW, MPHS, FHS, તેમજ THS,THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોને ટેકનીકલ કેડર સમાવેશ અને ગ્રેડ- પે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી બાબત તેમજ સ્ટાફ નર્સ (પંચાયત) કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્ન પગલે સરકારને પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








