EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3,716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મુંબઈ સ્થિત તેમના ભવ્ય નિવાસ ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ પ્રોપર્ટીની અંદાજિત કિંમત રૂ. 3,716 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

17 માળનું આલિશાન નિવાસ ‘અબોડ’
મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું આ 17 માળનું આલિશાન ઘર લગભગ 66 મીટર ઊંચું છે. આ પ્રોપર્ટી શહેરની સૌથી પ્રીમિયમ રહેણાંક મિલ્કતોમાંની એક ગણાય છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરીને આ મિલ્કત જપ્ત કરવામાં આવી છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન કેસ સાથે જોડાણ
માહિતી મુજબ, આ કાર્યવાહી Reliance Communications સાથે સંકળાયેલા કથિત બેંક ફ્રોડ કેસના ભાગરૂપે કરવામાં આવી છે. ઈડીના દાવા મુજબ કંપની સામે થયેલા આર્થિક અનિયમિતતાઓને લઈને તપાસ ચાલી રહી છે.

ફરીથી ઈડી સમક્ષ હાજરી શક્ય
66 વર્ષીય અનિલ અંબાણી ફરી એકવાર ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ શકે છે. અગાઉ તેઓ ઓગસ્ટ 2025માં ઈડી સમક્ષ હાજર થયા હતા અને PMLA હેઠળ તેમનું નિવેદન નોંધાયું હતું.

નવી એટેચમેન્ટ સાથે આ કેસમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી મિલ્કતોની કુલ કિંમત આશરે રૂ. 15,700 કરોડ સુધી પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પાકિસ્તાનના ભક્કારમાં આત્મઘાતી વિસ્ફોટ: 2 પોલીસ જવાનોના મોત, 4 ઘાયલ

પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે આત્મઘાતી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યો…

હિંદ મહાસાગરમાં ઉદ્ભવેલું હોરાસિયો: 2026નું સૌથી શક્તિશાળી સુપર ટાયફૂન

હિંદ મહાસાગરમાં ઉદ્ભવેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાત “હોરાસિયો” 24 ફેબ્રુઆરીએ અચાનક ખતરો જોવા મળ્યો છે અને આ વર્ષે (2026) વિશ્વના સૌથી શક્તિશાળી તોફાન તરીકે ઓળખાઈ રહ્યો છે. તેના પવનની ગતિ 257 કિમી…