ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે આ દંડ અને CEO-COOને આપવામાં આવેલી ચેતવણી પૂરતી નથી. તેઓ દાવો કરે છે કે કંપની માટે આ રકમ ‘લોટમાં મીઠા’ જેવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પ્રેરક નથી.

શું હતું વિવાદ?
1 નવેમ્બરના નવા પાઇલટ અને ક્રૂ આરામ નિયમો (FDTL) લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને 1,900 ફ્લાઇટ્સ મોડીઓ પડી. પરિણામે, દેશભરના 3 લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા.

સર્વેમાં સામે આવેલા આંકડા
LocalCircles દ્વારા 29૨ જિલ્લાઓમાં 31,000થી વધુ મુસાફરો પર કરવામાં આવેલા સર્વેમાં ખબર પડી કે:
– 61% મુસાફરો માને છે કે DGCAની કાર્યવાહી પૂરતી નથી.
– માત્ર 21% મુસાફરો જ આ કાર્યવાહી યોગ્ય ગણે છે.
– મુસાફરોનું કહેવું છે કે એરલાઇન માટે આ રકમ તેમના દૈનિક ટર્નઓવરનો નાનો હિસ્સો છે.

વળતર વિષયક ફરિયાદ
મુસાફરોને રોકડ રિફંડ આપવા બદલે ઇન્ડિગોએ ટ્રાવેલ વાઉચર આપ્યા, જેના કારણે ઘણા મુસાફરોને બીજી એરલાઇનમાં મોંઘા ભાવે ટિકિટ બુક કરવી પડી.

DGCAની કાર્યવાહી
DGCA દ્વારા ઇન્ડિગો પાસેથી ₹50 કરોડની બેંક ગેરંટી માગવામાં આવી છે અને વરિષ્ઠ અધિકારીઓને સખત ચેતવણી આપવામાં આવી છે. મુસાફરો માંગે છે કે એરલાઇનના બજાર હિસ્સાના આધારે આ પ્રકારની બેદરકારી માટે દંડ એટલો હોવો જોઈએ કે તે ઉદાહરણરૂપ બની શકે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…