અફઘાન વિદેશ મંત્રીનું મોટું નિવેદન: “પાકિસ્તાન સામે લક્ષ્ય હાંસલ કર્યું, યુદ્ધ બંધ”

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી, હાલમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર થયેલી તીવ્ર અથડામણ મામલે તેમણે પ્રથમ વખત પત્રકારો સમક્ષ સ્પષ્ટ નિવેદન આપ્યું છે. “અમે અમારું લક્ષ્ય હાંસલ કર્યું છે” અફઘાન વિદેશ મંત્રીએ જણાવ્યું કે, “અમે ડ્યુરન્ડ લાઇન નજીક પાકિસ્તાની આક્રમણનો જવાબ આપ્યો અને અમારા મિશન પૂર્ણ કર્યા.” તેઓએ વધુમાં કહ્યું કે, “આથડામણમાં અમને જે હાંસલ કરવું હતું તે મળી ગયું છે. હવે અમે શાંતિ અને સ્થિરતાની તરફ આગળ વધવા માગીએ છીએ.” ગલ્ફ દેશોની વિનંતી પર યુદ્ધ વિરામ વિદેશ મંત્રીએ કહ્યું કે, “સાઉદી અરેબિયા, કતાર અને UAE જેવા ગલ્ફ દેશોના આગ્રહ પર હવે હુમલાઓ બંધ કરવામાં આવ્યા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે “યુદ્ધ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. ભવિષ્યમાં…

ChatGPT દ્વારા પણ થશે UPI પેમેન્ટ ! NPCIએ શરૂ કરી તૈયારીઓ

UPI પેમેન્ટ કરવા માટે હવે તમારે Google Pay, PhonePe અથવા Paytm જેવી એપ્સની જરૂર નથી. હવે તમે ChatGPT દ્વારા UPI પેમેન્ટ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને NPCI એ આ માટે તૈયારીઓ કરી લીધી છે. ટૂંક સમયમાં, દુકાનદારો અને વેપારીઓ ChatGPT દ્વારા UPI પેમેન્ટ સ્વીકારી શકશે. NPCI એ આ માટે Razorpay અને OpenAI સાથે ભાગીદારી કરી છે. ચેટજીપીટીનું આ પગલું ગૂગલ અને તેમની એઆઈ-સંચાલિત પેમેન્ટ સિસ્ટમની Perplexity ની જાહેરાતને પગલે છે. રેઝરપેએ પુષ્ટિ આપી છે કે આ સુવિધા હાલમાં ખાનગી રીતે પરીક્ષણ કરવામાં આવી રહી છે. એઆઈ એજન્ટ દ્વારા UPI પેમેન્ટની મંજૂરી આપતી આ સુવિધા હાલમાં બીટામાં છે. આ સુવિધા ચેટજીપીટી છોડ્યા વિના ચુકવણી કરવાની મંજૂરી આપશે, જેનાથી વ્યવહારો સરળ બનશે. ChatGPT થી UPI…

ફડણવીસ, શિંદે અને પવારે કરી અમિત શાહ સાથે મુલાકાત, શિરડીની એક હોટલમાં ચાલી 45 મિનિટની હાઇ લેવલ બેઠક

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મોડી રાત્રે શિરડીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ , નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા હતા. આ બેઠક લગભગ 45 મિનિટ ચાલી હતી અને તેમાં મુખ્યત્વે ખેડૂતો માટે નાણાકીય રાહત પેકેજ, નુકસાન પામેલા પાકનો સર્વે અને વહીવટી સહાય માટે તાત્કાલિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે અધિકારીઓને ખેડૂતોની સમસ્યાઓનો શક્ય તેટલી ઝડપથી ઉકેલ લાવવા અને અસરગ્રસ્ત પરિવારોના ખાતામાં સીધા રાહત ભંડોળ ટ્રાન્સફર કરવા વિનંતી કરી. બેઠકમાં પાકના નુકસાનનું…

રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હવાઈ હુમલો, પેસેન્જર ટ્રેન અને રેલ્વે સ્ટેશન પર મચાવી તબાહી

રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન પ્રદેશ સુમીમાં હવાઈ હુમલા કર્યા છે. રશિયન હુમલામાં એક પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. પ્રાદેશિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં રેલ્વે સ્ટેશન અને કિવ જતી ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. ટ્રેનને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ હુમલો રશિયાના ચાલુ હવાઈ હુમલાના ભાગ રૂપે વર્ણવવામાં આવી રહ્યો છે, જે છેલ્લા બે મહિનાથી યુક્રેનના રેલ્વે માળખાને નિશાન બનાવી રહ્યું છે. રશિયા લગભગ દરરોજ યુક્રેનિયન પરિવહન નેટવર્ક પર હુમલા કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ, રશિયાએ ખાર્કિવ અને પોલ્ટાવા પ્રદેશોમાં યુક્રેનની રાજ્ય ગેસ અને તેલ કંપની, નાફ્ટોગાઝની સુવિધાઓ પર 35 મિસાઇલો અને 60 ડ્રોન છોડ્યા હતા. નાફ્ટોગાઝના સીઈઓ સેર્ગેઈ કોરેત્સ્કીના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ હતો, જેનાથી…

નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ

એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…

રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ક્યારે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકારે રાજયના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. 2400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.3749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ…

કરુર ભાગદોડમાં મૃતકોના પરિવારજનો અભિનેતા વિજય આપશે સહાય, જાણો શું કરી જાહેરાત

કરુરમાં થયેલી ભાગદોડ બાદ, તમિલગા વિત્ર કઝગમ (ટીવીકે) ના વડા અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રેલીમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹20 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ગઇકાલે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડમાં  39 લોકોના મોત થયા હતા. CM એમકે સ્ટાલિને મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખ વળતરની જાહેરાત કરી હતી. શનિવારે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. અંદાજ મુજબ 10,000 લોકો હાજર રહેશે. જોકે, ઉપસ્થિતોની સંખ્યા 27,000ને વટાવી ગઈ હતી. લોકો સવારથી જ વિજયની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ગરમી, ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. અભિનેતા વિજય સાંજે 7 વાગ્યા પછી પહોંચ્યા. તેમના ભાષણ દરમિયાન લોકો બેભાન થઈને પડી જવા લાગ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ. લગભગ…

Thalapathy Vijay પાસે છે દરિયા કિનારે મહેલ જેવો બંગલો… લક્ઝરી કારનો છે ઢગલો, જાણો અભિનેતા પાસે કેટલી છે સંપત્તિ

શનિવારે દક્ષિણના સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના વડા વિજયની રેલીમાં ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ફિલ્મો પછી રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહેલા થલાપતિ વિજય એક જાણીતા દક્ષિણ અભિનેતા છે અને સૌથી ધનિક કલાકારોની યાદીમાં સામેલ છે. તેમની સંપત્તિ અને કમાણીનો અંદાજએ હકીકત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે ફોર્ચ્યુન ઈન્ડિયાના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 24માં દેશમાં સૌથી વધુ એડવાન્સ ટેક્સ ચૂકવનારા સેલિબ્રિટીઓની યાદીમાં વિજય બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પછી બીજા સ્થાને હતા. તેમની ફિલ્મો અને અભિનય કુશળતાથી , થલાપતિ વિજયે દક્ષિણ સિનેમામાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. તેમની પાસે માત્ર ભારતમાં…

ઝુબીન ગર્ગના મેનેજર સામે લુકઆઉટ નોટિસ જારી, જાણો શું છે આરોપ

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નોર્થઈસ્ટ ફેસ્ટના આયોજકો અને ઝુબીન ગર્ગના મેનેજર સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી સમગ્ર આસામ અને પૂર્વોત્તરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ગુવાહાટીના દતલપાડા વિસ્તારમાં ગાયિકા ઝુબીન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્માના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. CID ટીમ પરિસરમાં પહોંચી અને લગભગ બે કલાક સુધી ત્રણ માળની ઇમારતની બહાર રહી. ત્યારબાદ, અધિકારીઓ ફ્લેટ નંબર 3A, 3BHK ફ્લેટમાં પ્રવેશ્યા જ્યાં સિદ્ધાર્થ શર્મા 2019 થી તેના પરિવાર સાથે રહેતો…

Google થયું 27 વર્ષનું….. નાની એવી શરૂઆત આ રીતે બન્યું વટવૃક્ષ

ગૂગલ આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક, ગૂગલે આ પ્રસંગને યાદગા કરવા માટે એક અનોખું ડૂડલ બહાર પાડ્યું છે, જે તેના ભૂતકાળની ઝલક રજૂ કરે છે. 1998 માં સર્ચ એન્જિન તરીકે શરૂ થયેલી, કંપનીએ છેલ્લા 27 વર્ષમાં ઘણી કંપનીઓને પાછળ છોડી દીધી છે. ચાલો ગૂગલની 27 વર્ષની સફર પર એક નજર કરીએ. ગૂગલ દરેક પ્રસંગને યાદ કરવા માટે ડૂડલ બનાવે છે. આ ડૂડલ સર્ચ એન્જિનના હોમ પેજ પર જોઈ શકાય છે. કંપની દ્વારા તેની 27મી વર્ષગાંઠ નિમિત્તે બનાવવામાં આવેલું આ ડૂડલ એક ખાસ થીમ પર આધારિત છે. તે 1998 માં લોન્ચ કરાયેલા ગૂગલ સર્ચની ઝલક આપે છે. આ ડૂડલમાં ગૂગલનો જૂનો લોગો છે, જેમાં મૂળાક્ષરો વિવિધ રંગોમાં દેખાય છે:…