અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી નિરીક્ષકને રૂબરૂ મળી શકાશે
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે વિવિધ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનાં ચૂંટણી નિરીક્ષક તરીકે GSPC, ગાંધીનગરનાં મેનેજિંગ ડાયરેક્ટર અવંતિકા સિંઘ ઔલખ (IAS)ની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો/મતદાતાઓ તેમને GSPC ભવન, ઉદ્યોગ ભવન પાછળ, સેક્ટર-11, ગાંધીનગર-382010 ખાતે રૂબરૂ મળી શકશે અથવા 7966701203 પર ટેલિફોનિક સંપર્ક કરી શકશે તેમ જણાવાયું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનમાં ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના વિકાસમાં મહિલાઓની વધતી ભૂમિકા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ સંમેલન મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે વધુ પ્રતિનિધિત્વ આપવા માટે રચાયેલા મહિલા અનામત અધિનિયમના અમલીકરણ તરફ આગળ વધતી એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાને મહિલાઓની શક્તિ, પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારતનું ભવિષ્ય ‘નારી શક્તિ’ના સશક્તિકરણ સાથે સીધું જોડાયેલું છે. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ઉદ્યોગસાહસિકતા, મીડિયા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિષ્ઠિત મહિલા હસ્તીઓ આ મંચ પર એકત્રિત થઈ હતી, જે દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓનું જીવંત પ્રતિબિંબ છે. વિશેષ રૂપે, સપ્ટેમ્બર 2023 માં…
દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન: સંગીત સાથે બિઝનેસ દુનિયામાં પણ છોડી આગવી ઓળખ
ભારતીય સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમની વિદાયથી બોલિવૂડ સહિત સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ગાયિકા જ નહીં, સફળ બિઝનેસ વુમન પણ આશા ભોંસલે માત્ર સુપ્રસિદ્ધ ગાયિકા જ નહોતા, પરંતુ એક સફળ બિઝનેસ વુમન તરીકે પણ ઓળખાતા હતા. તેમને રસોઈનો ખૂબ શોખ હતો, જેને તેમણે ફૂડ બિઝનેસમાં રૂપાંતરિત કર્યો. વર્ષ 2002માં તેમણે Dubai માં પોતાના નામથી પહેલું રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમના રેસ્ટોરન્ટ્સ કતાર, અબુ ધાબી, બહેરીન અને યુનાઇટેડ કિંગડમ સુધી વિસ્તર્યા. અહીં મુખ્યત્વે નોર્થ વેસ્ટર્ન અને મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસવામાં આવતી હતી. ગુણવત્તા પર ખાસ ધ્યાન આશા ભોંસલે માત્ર નામ પૂરતા જ સંકળાયેલા નહોતા, પરંતુ…
3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: RFID કાર્ડ, વીમા અને નવી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નોંધણી 15 એપ્રિલથી
જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે આ વર્ષની તારીખો જાહેર કરવામાં આવી છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રાઈન બોર્ડની બેઠક બાદ જણાવાયું છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં લગભગ 25% વધારો થવાની શક્યતા છે. નોંધણી 15 એપ્રિલથી શરૂ શ્રદ્ધાળુઓ માટે નોંધણી પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ થશે. રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાશે. ઓનલાઈન નોંધણી માટે સત્તાવાર વેબસાઈટ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાશે, જ્યારે ઓફલાઈન નોંધણી માટે દેશભરમાં આવેલી PNB, SBI, યસ બેંક અને જમ્મુ-કાશ્મીર બેંકની 554 શાખાઓમાં સુવિધા ઉપલબ્ધ રહેશે. RFID કાર્ડ અને વીમામાં વધારો આ વખતે યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે RFID આધારિત ટ્રેકિંગ કાર્ડ સિસ્ટમ શરૂ…
હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ મુસાફરી મોંઘી બનવાની સંભાવના વધી છે. ઇંધણના ભાવમાં ઉછાળો જેટ ફ્યુઅલ (ATF) ના ભાવ $85-$90 પ્રતિ બેરલથી વધીને $150-$200 સુધી પહોંચી ગયા છે. એરલાઇન્સના કુલ ખર્ચમાં ઇંધણનો હિસ્સો લગભગ 25% હોય છે, જેથી આ વધારો સીધો ટિકિટના ભાવે જોવા મળી રહ્યો છે. એરલાઇન્સના વધેલા ચાર્જ વિશ્વભરની મોટી એરલાઇન્સ સાથે ભારતની કંપનીઓએ પણ ફ્યુઅલ સરચાર્જ વધાર્યા છે: એર ઇન્ડિયા: ડોમેસ્ટિક રૂટ પર 500 કિમી સુધી ₹299 અને 2,000 કિમીથી વધુ માટે ₹899 સુધીનો વધારાનો ચાર્જ. ઈન્ડિગો: ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ₹950 અને લોન્ગ-હોલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ₹10,000 સુધીનો…
મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષા મજબૂત કરવાની મોટી તક
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે સક્રિય કૂટનીતિ (pro-active diplomacy) શરૂ કરી છે. ખાડી દેશોમાં તણાવના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઈન પર અસર પડવાની શક્યતા હોવાથી ભારતે મહત્વપૂર્ણ કૂટનીતિક પગલાં લીધા છે. કતાર અને UAE સાથે ભારતની મહત્વપૂર્ણ ચર્ચા હરદીપ સિંહ પુરી હાલમાં કતારની મુલાકાતે છે. ભારત તેની લગભગ 50% LNG જરૂરિયાત કતારથી આયાત કરે છે, તેથી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંભવિત પુરવઠા અવરોધ ટાળવા લાંબા ગાળાના ઉર્જા કરારો પર ચર્ચા થઈ રહી છે. બીજી તરફ એસ. જયશંકર UAEની મુલાકાત લઈ રહ્યા છે. UAE ભારત માટે તેલ અને LPG સપ્લાયનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ રહી…
દુબઈના નવા નિયમથી ભારતીય એરલાઈન્સને મોટો ઝટકો, 31 મે સુધી લાગુ રહેશે પ્રતિબંધ
દુબઈ દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન થવાની શક્યતા છે. નવા નિયમ મુજબ વિદેશી એરલાઈન્સને હવે દૈનિક માત્ર એક જ ફ્લાઈટનું સંચાલન કરવાની મંજૂરી મળશે, જે નિયમ 31 મે સુધી લાગુ રહેશે. આ નિર્ણયને કારણે ખાસ કરીને ભારત–દુબઈ રૂટ પર સૌથી વધુ અસર પડી છે, કારણ કે ભારતથી દર વર્ષે લાખો મુસાફરો આ માર્ગે મુસાફરી કરે છે. ભારત માટે સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રૂટ ભારત માટે દુબઈ એક સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હબ છે. 2025માં અંદાજે 1.19 કરોડ ભારતીય મુસાફરો દુબઈ ગયા હતા, જે આ રૂટની મહત્ત્વતા દર્શાવે છે. એરલાઈન્સ પર સીધી અસર નવા નિયમના કારણે અનેક ભારતીય એરલાઈન્સની યોજનાઓ પર અસર પડી છે – એર ઇન્ડિયા એક્સપ્રેસ – એપ્રિલ-મે દરમિયાન 750થી વધુ ફ્લાઈટ્સનું…
દિલ્હીમાં નીતિશ કુમારની નવી ઇનિંગ, રાજ્યસભા સાંસદ તરીકે લીધા શપથ
દિલ્હીની રાજકીય ગલીઓમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો છે, જ્યાં નીતિશ કુમારએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાના રાજકીય જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. લાંબા સમયથી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ હવે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે એવી ચર્ચાઓ તેજ બની છે. શપથ ગ્રહણ સમારોહમાં સી.પી. રાધાકૃષ્ણનએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જે.પી. નડ્ડા, નિર્મલા સીતારમણ અને અર્જુન રામ મેઘવાલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સાથે જ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા પણ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. શપથ પહેલા જ નીતિશ કુમારે સંકેત આપ્યો હતો કે તેઓ હવે દિલ્હીમાં વધુ સમય પસાર કરીને રાષ્ટ્રીય સ્તરે જવાબદારીઓ વધારવા ઈચ્છે છે. આ ઘટનાએ બિહારની રાજનીતિમાં સંભવિત બદલાવની…
યમુનામાં હોડી પલટી જતા અકસ્માત: 9થી વધુ પ્રવાસીઓના મોત, અનેક લાપતા
વૃંદાવનમાં શુક્રવારે દુખદ ઘટના બની છે, જ્યાં યમુના નદીમાં હોડી પલટી જતાં 9થી વધુ પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ કેશી ઘાટ નજીક 30થી વધુ શ્રદ્ધાળુઓ હોડીમાં સવાર હતા. તેઓ લુધિયાણાથી દર્શન માટે આવ્યા હતા અને બાંકે બિહારી મંદિરના દર્શન બાદ નૌકાવિહાર કરી રહ્યા હતા. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે હોડીનું સંતુલન બગડ્યું અને તે પીપા પુલ સાથે અથડાઈને પલટી ગઈ. ઘટના બાદ ચીસોચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ બચાવ માટે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી તેજ ઘટનાની જાણ થતા જ NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અંદાજે 50 ગોતાખોરો સાથે શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીમાં 22 લોકોને સુરક્ષિત…
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1માં ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરી
મુંબઈમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1માં આગ લાગવાની ઘટના બની છે. ગુરુવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જણાવાયું છે. પ્રાથમિક માહિતી મુજબ ટર્મિનલ-1ના બેઠક વિસ્તારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ આગ કેબલ ટ્રે અને સ્વિચ બોક્સમાં લાગી હતી. સદનસીબે આગ ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોર સુધી જ મર્યાદિત રહી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ટર્મિનલની અંદર ગાઢ ધુમાડો દેખાઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગ…
















