અમેરિકાએ વેનેઝુએલા પર કર્યો હુમલો, રાજધાની કારાકાસ બોમ્બ વિસ્ફોટોથી હચમચી

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં 7 વિસ્ફોટ અને નીચા ઉડતા વિમાનોનો અવાજ સંભળાયો. રશિયા ટુડેના અહેવાલ મુજબ, યુએસ એરફોર્સે વેનેઝુએલાના ઇસ્લા માર્ગારીટા ટાપુ પર બોમ્બમારો કર્યો છે, જ્યાં સૈન્યના ટોચના બેઝ છે. દરમિયાન, અન્ય મીડિયા સંગઠનોએ વિસ્ફોટોના અહેવાલ આપ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં યુએસ સૈન્ય વેનેઝુએલાની અંદર જમીન પર હુમલા કરી શકે છે. વેનેઝુએલાની સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. રાજધાની કારાકાસમાં થયેલા વિસ્ફોટો બાદ, રહેવાસીઓ વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. કેટલાક લોકો કારાકાસ છોડીને જતા પણ જોવા મળ્યા હતા. આ ત્યારે આવ્યું છે જ્યારે યુએસ સૈન્ય તાજેતરના દિવસોમાં ડ્રગ હેરફેર કરતી બોટોને નિશાન બનાવી રહ્યું છે. શુક્રવારે, વેનેઝુએલાએ કહ્યું…

ચીનમાં પૂર્વ મેયરના ઘરેથી મળ્યું 13,500 કિલો સોનું અને કરોડો રૂપિયા, કોર્ટે ફટકારી મૃત્યુદંડની સજા

ચીનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક ઝુંબેશનો એક કિસ્સો સામે આવ્યો છે, જેણે માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. હાઈહોઉ શહેરના ભૂતપૂર્વ મેયર ઝાંગ ક્વિને ભ્રષ્ટાચારના એક મોટા કેસમાં દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન તેમના ઘરેથી મળેલા તારણોએ બધાને ચોંકાવી દીધા. ઉઝબેકિસ્તાનના મીડિયાના અહેવાલ મુજબ, જ્યારે તપાસ એજન્સીઓએ ભૂતપૂર્વ મેયરના એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્યા ત્યારે તેમને 13,500 કિલોગ્રામ સોનું અને યુઆનના રૂપમાં આશરે 3400 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ભૂતપૂર્વ મેયરના ઘરેથી આટલી મોટી રકમની રોકડ અને સોનું મળવું ચીનના ઇતિહાસમાં દુર્લભ છે. આ ઉપરાંત, ભૂતપૂર્વ મેયરની ચીન અને વિદેશમાં વૈભવી રિયલ એસ્ટેટ અને તેમની મોંઘી કારનો સંગ્રહ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝાંગે 10 વર્ષમાં અબજ ડોલરનું…

ઉત્તર કોરિયા: કિમ જુ એ બની શકે છે તાનાશાહ કિમ જોંગ ઉનની ચોથી પેઢી વારસદાર?

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પુત્રી કિમ જુ એ તાજેતરમાં તેના માતા-પિતા સાથે કુમસુસાન પેલેસ ઓફ ધ સનની પ્રથમ જાહેર મુલાકાત લીધી. આ પેલેસ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં તેના દાદા કિમ ઇલ સુંગ અને પિતા કિમ જોંગ ઇલની સમાધિ છે. પ્રથમ જાહેર મુલાકાત દરમિયાન કિમ જુ એ પોતાના પિતા અને માતા લી સોલ જુ સાથે જોવા મળી, જે અત્યાર સુધીના પ્રવૃત્તિમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાધિકારી તરીકેની વધતી શક્યતાઓ કિમ જુ એ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યના સરકારી મીડિયામાં સતત વધુ દેખાઈ રહી છે. તે સ્પષ્ટ છે કે તેનો પ્રદર્શિત પ્રોફાઇલ વધતું જ રહ્યું છે, અને આથી અટકળો તેજ થઈ રહી છે કે કિમ જુ એ ભવિષ્યમાં ઉત્તર કોરિયાની તાનાશાહીનું વારસદાર બની…

Grokના દુરુપયોગ સામે કેન્દ્ર સરકાર કડક, X પાસેથી કાર્યવાહીનો અહેવાલ માગ્યો

કેન્દ્ર સરકારે AI-આધારિત સેવાઓના દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને Grok અને અન્ય xAI પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા અશ્લીલ, નગ્ન, અભદ્ર અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીનું સર્જન, હોસ્ટિંગ અને શેરિંગ થવાનો મામલો ઊભો થયો છે. સરકારે સોશિયલ મીડિયા કંપની Xને પત્ર લખીને તેના દ્વારા લેવાયેલા પગલાં અંગે સ્પષ્ટ અહેવાલ માંગ્યો છે. Grok અને xAI સેવાઓનો દુરુપયોગ સરકારના પત્રમાં જણાવ્યું છે કે, Grok જેવી AI-આધારિત સેવાઓનો ઉપયોગ કેટલાક વપરાશકર્તાઓ દ્વારા મહિલાઓને અશ્લીલ રીતે દર્શાવતી છબીઓ અને વીડિયોઝ બનાવવામાં માટે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને, આ પ્રકારની સામગ્રી નકલી એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે, જેના કારણે ઓનલાઈન સુરક્ષા અને વપરાશકર્તાઓના અધિકારો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. નકલી એકાઉન્ટ્સ અને ફોટા હેરફેરનો ખતરો પત્રમાં…

બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો

પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આગામી થોડા મહિનામાં ચીન બલૂચિસ્તાનમાં પોતાના લશ્કરી સૈનિકો તૈનાત કરી શકે છે, જે સમગ્ર દક્ષિણ એશિયા માટે ગંભીર ખતરો બની શકે છે. મીર યાર બલોચે જણાવ્યું કે બલૂચિસ્તાન છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ દમન, રાજ્ય પ્રાયોજિત હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનોનો ભોગ બની રહ્યું છે. પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા બાદ કૂટનીતિક પહેલ ઉલ્લેખનીય છે કે મે 2025માં બલૂચ રાષ્ટ્રવાદી નેતાઓએ પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઔપચારિક ઘોષણા કરી હતી. આ પછી હવે મીર યાર બલોચે જાહેરાત કરી છે કે *2026ના પ્રથમ અઠવાડિયામાં “2026…

કેનેડામાં ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવરે દેખાડ્યો માનવતાનો અનોખો દાખલો, જાણો વિગત

કેનેડાના કેલગરી શહેરમાં એક માનવતાભર્યો અને અવિસ્મરણીય બનાવ સામે આવ્યો છે. ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર હરદીપ સિંહ તૂરે પોતાની સમજદારી અને હિંમતથી ગર્ભવતી મહિલા અને તેના બાળકના જીવનને સુરક્ષિત બનાવ્યું. તાત્કાલિક કોલ મળતાં જ દંપતીને હોસ્પિટલ લઈ ગયા એક રાત્રે હરદીપ સિંહ તૂરને તાત્કાલિક કોલ મળ્યો હતો, જેમાં એક દંપતીને હોસ્પિટલ પહોંચાડવાની જરૂર હતી. કોઈ પણ વિલંબ કર્યા વગર હરદીપ પોતાની ટેક્સી લઈને દંપતીને લેવા પહોંચ્યા અને તરત જ હોસ્પિટલ તરફ રવાના થયા. રસ્તામાં જ શરૂ થઈ પ્રસવ પીડા રસ્તામાં જ ગર્ભવતી મહિલાને ભારે પ્રસવ પીડા શરૂ થઈ. સ્થિતિ અત્યંત નાજુક હતી. સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, પરંતુ ખરાબ હવામાન અને સમયની તાકીદને કારણે હરદીપે ટેક્સીને જ સૌથી ઝડપી અને સુરક્ષિત વિકલ્પ માન્યો. ટેક્સીની પાછળની…

IFJ : પત્રકારો માટે વર્ષ 2025 રહ્યું સૌથી ખતરનાક, વિશ્વભરમાં 128ના થયા મોત; અહી છે સૌથી ખરાબ સ્થિતિ

2025નું વર્ષ ખતરનાક રહ્યું છે ખાસ કરી ને પત્રકારત્વ માટે . ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (IFJ) ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વભરમાં કુલ 128 પત્રકારો અને મીડિયા કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. આમાંથી, સૌથી વધુ મૃત્યુ 74 પશ્ચિમ એશિયા અને આરબ દેશોમાં થયા હતા. આનો અર્થ એ થયો કે વિશ્વના જે 58% પત્રકારો માર્યા ગયા તે એકલા આ પ્રદેશમાં જ થયા હતા. ફક્ત પેલેસ્ટાઇનમાં જ 56 પત્રકારોની હત્યા કરવામાં આવી. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પત્રકારોને નિશાન બનાવવાની ઘટનાઓ સતત વધી છે. સૌથી મોટો અને દુઃખદ કિસ્સો 10 ઓગસ્ટના રોજ અલ-જઝીરાના રિપોર્ટર અનસ અલ-શરીફની હત્યાનો છે. તેમના પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ અન્ય પત્રકારો સાથે અલ-શિફા હોસ્પિટલ નજીક એક તંબુમાં હાજર હતા. આ હુમલામાં પાંચ અન્ય…

તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થળોની યાદી એકબીજાને કેમ સોંપી, જાણો વિગત

ભારત અને પાકિસ્તાને ગુરુવાર, 1 જાન્યુઆરીના રોજ રાજદ્વારી ચેનલો દ્વારા તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીઓ શેર કરી. વિદેશ મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, આ આદાનપ્રદાન ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પર પ્રતિબંધ અંગેના કરાર હેઠળ કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચેનો આ કરાર 31 ડિસેમ્બર, 1988 ના રોજ હસ્તાક્ષરિત થયો હતો અને 27 જાન્યુઆરી, 1991 ના રોજ અમલમાં આવ્યો હતો. કરાર હેઠળ, ભારત અને પાકિસ્તાન દરેક કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં, કરાર દ્વારા આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની વિગતો એકબીજાને જાહેર કરવા માટે બંધાયેલા છે. આ કરાર બંને દેશોને એકબીજા સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરે છે. વર્ષ 1992માં પહેલી વખત બન્ને દેશોએ આપ્યું હતું લિસ્ટ બંને…

સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન બારમાં થયો ભયંકર બ્લાસ્ટ, અનેક લોકોના થયા મોત

ગુરુવારે વહેલી સવારે સ્વિટ્ઝર્લૅન્ડના પ્રખ્યાત લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટ ટાઉન ક્રેન્સ મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટનું સ્થળ રાજધાની બર્નથી બે કલાક દૂર આવેલું છે. વિસ્ફોટ બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. સ્વિસ પોલીસે જણાવ્યું હતું કે રિસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. દક્ષિણપશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લાથિયોને જણાવ્યું હતું કે વિસ્ફોટ કોઈ અજાણ્યા સ્ત્રોત દ્વારા થયો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટ લે કોન્સ્ટેલેશનમાં થયો હતો, જે પ્રવાસીઓમાં લોકપ્રિય બાર છે. ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા વિસ્ફોટની માહિતી મળતાં જ…

જાપાનમાં નવા વર્ષની ‘ધ્રૂજતી’ શરૂઆત: નોડા વિસ્તારમાં 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. બુધવાર અને ગુરુવારની મધરાત્રિએ સ્થાનિક સમય મુજબ 12:26 વાગ્યે, જાપાનના પૂર્વી નોડા (Noda) વિસ્તારના દરિયાકાંઠે 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી આશરે 19.3 કિમીની ઊંડાઈએ હતું. રાત્રિના સમયે આવેલા આ આંચકાથી અનેક વિસ્તારોમાં ઈમારતો ધ્રુજવા લાગી હતી અને ઘરોમાં રાખેલો સામાન નીચે પડ્યો હતો. ભયભીત લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા મિયાકો શહેરથી લગભગ 96 કિમી દૂર દરિયામાં નોંધાયા હતા, જેની અસર હચિનોહે અને કામાઈશી જેવા શહેરોમાં પણ અનુભવાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે આ ભૂકંપ બાદ કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને અત્યાર સુધી કોઈ મોટી…