સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની કરી માંગ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની માંગ કરી છે. તેમણે આ પાછળનો તર્ક પણ સમજાવ્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં હજુ પણ ઘણા લોકો છે જે મહાકુંભમાં આવવા માંગે છે પરંતુ કોઈ કારણોસર આવી શક્યા નથી. આવી સ્થિતિમાં સરકારે મહાકુંભનો સમય લંબાવવો જોઈએ. જો સમય મર્યાદા વધારવામાં આવે તો ખાસ કરીને આવા લોકોને ફાયદો થશે. અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે પહેલા મહાકુંભ અથવા કોઈપણ કુંભ 75 દિવસ સુધી ચાલતો હતો. આવી સ્થિતિમાં, જો આ વખતે પણ તેને 75 દિવસ સુધી ચલાવવામાં આવે તો વધુ ભક્તો પ્રયાગરાજમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી શકે છે. તમને જણાવી દઈએ કે ૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાએ એક એવો ઇતિહાસ રચ્યો છે જેને ભવિષ્યમાં…
મોહમ્મદ યુનુસ સાથે એલોન મસ્કની વર્ચ્યુઅલ મીટિંગ, બાંગ્લાદેશમાં સ્ટારલિંક લોંચ કરવા મુદ્દે વાતચીત
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રો. મોહમ્મદ યુનુસે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક અને તેમની ટીમ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી છે. મુખ્ય સલાહકાર પ્રો. યુનુસ ઇચ્છે છે કે મસ્ક બાંગ્લાદેશમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરે. તેમના પ્રસ્તાવને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી રાજદ્વારી સમર્થન મેળવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક વખત બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી છે. આ ઉપરાંત ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. -> બાંગ્લાદેશી સરકારે નિવેદન બહાર પાડ્યું :- સમાચાર એજન્સી AFP અનુસાર, યુનુસના મીડિયા ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં બંનેએ ભાર મૂક્યો હતો કે આ સેવા બાંગ્લાદેશના ઉદ્યોગસાહસિક યુવાનો, ગ્રામીણ અને સંવેદનશીલ મહિલાઓ અને દૂરના સમુદાયો માટે…
કુંભમાં જઇ રહેલા યાત્રિકોને નડ્યો અકસ્માત, બોલેરો કાર-બસ સામ-સામે અથડાતા 10ના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. દરમિયાન, મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે. બોલેરોમાં સવાર બધા જ પુરુષો હતા, જેમની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં બધાએ પોતાના જીવ ગુમાવ્યા છે. -> છત્તીસગઢના શ્રદ્ધાળુઓ બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા :- મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા…
ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ઉતારવા માટે માત્ર અમૃતસર જ કેમ પસંદ કરાય છે ? પંજાબના મુખ્યમંત્રીનો કેન્દ્રને સવાલ
અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવેલું પહેલું યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે અન્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત આવી રહેલા બે વિમાનો પણ અમૃતસરમાં ઉતરશે. પહેલી ફ્લાઇટ ૧૫ ફેબ્રુઆરીએ અને બીજી ૧૬ ફેબ્રુઆરીએ આવશે. પંજાબ સરકારે આ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સીએમ ભગવંત માને પૂછ્યું છે કે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને જતા વિમાનોને ફક્ત અમૃતસરમાં જ કેમ ઉતારવામાં આવી રહ્યા છે, જ્યારે તે અન્ય કોઈ રાજ્યમાં ઉતારી શકાયા હોત. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા લોકોને પરત લાવનારા બે વિમાનોમાં મોટાભાગના લોકો પંજાબના હોવાનું કહેવાય છે . કુલ ૧૧૯ ભારતીયોને પાછા લાવવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન કહે છે કે અમૃતસરમાં વિમાનો ઉતારીને મોદી સરકાર પંજાબને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી…
119 ગેરકાયદે ભારતીયોના બીજા જથ્થાને લઇને યુએસનું પ્લેન આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે
પીએમ મોદીનો બે દિવસનો યુએસ પ્રવાસ ગઈકાલે એટલે કે શુક્રવારે પૂર્ણ થયો. એક તરફ, જ્યારે પીએમ મોદી અમેરિકાથી ભારત પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તે જ સમયે, ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બીજા જૂથને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું હતું, તેઓ આજે અમૃતસર આવી પહોંચશે. આ ફ્લાઇટ રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે વિમાનમાં ૧૧૯ લોકોને લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અડધાથી વધુ લોકો પંજાબના છે. ફ્લાઇટમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, ગોવા અને મહારાષ્ટ્રના 2-2 અને રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના 1-1 લોકો છે. -> અમેરિકાથી આવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો ૧૦ દિવસ પહેલા આવ્યો હતો :- આ ગેરકાયદેસર…
ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર નડ્યો અકસ્માત, મહાકુંભમાંથી પરત ફરતી વખતે 4ના મોત, 8 ઘાયલ
મહાકુંભમાંથી પરત ફરતી વખતે ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. લીમખેડા પાલ્લી હાઇવે પર ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 8 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પાલ્લી હાઇવે પર ઉભી રહેલી ટ્રક પાછળથી ટ્રાવેલરે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને…
આજથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ, રાજ્યની 680 સ્કૂલોમાં લેવાઈ રહી છે પરીક્ષા
આજથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઈ છે. રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે,અમદાવાદના 21 કેન્દ્રમાં 14 હજાર 281 વિદ્યાર્થી પરિક્ષા આપશે,. CBSE બોર્ડે પરિક્ષામાં ગેરરિતી ન સર્જાય તે માટે કરી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 240 વિદ્યાર્થી દીઠ એક CCTV મોનિટરિંગ ઓફિસરને મૂકવામાં આવ્યાં છે. પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી શરૂ થઇ છે. ધોરણ 10ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 18મી માર્ચ અને 12મા ધોરણની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 4 એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવશે. પ્રથમ દિવસે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી કોમ્યુનિકેટિવ, ભાષા અને સાહિત્ય અને ધોરણ 12માના વિદ્યાર્થીઓ માટે એન્ટરપ્રિન્યોરશીપ વિષયની પરીક્ષા લેવામાં આવશે. CBSE એ વિષય વિશિષ્ટ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં વિષય કોડ, વર્ગ સ્પષ્ટીકરણ, થિયરી અને પ્રેક્ટિકલ…
આજથી સુરતમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગૂ, ભૂલથી પણ હેલ્મેટ વિના નીકળ્યા તો દંડાશો
B INDIA સુરત : સુરતમાં આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગૂ થઈ ગયો છે. હવે આજથી સુરતમાં જો ટુ-વ્હીલર લઈને ઘરની બહાર નીકળ્યા અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે, ત્યારે હેલ્મેટ નહીં પહેરનારા સ્થળ પર જ દંડ અને ઈ-મેમો આપવામાં આવશે. આ માટે 3 હજાર કોન્સ્ટેલના મોબાઇલ ફોનમાં VOC એપ ઇન્સ્ટોલ કરવામાં આવી. આ એપથી પોલીસ ફોટો પાડશે જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે. કમાન્ડ કંટ્રોલ રૂમથી જે-તે વ્યક્તિના નામે મેમો બની જશે. અગાઉ પોલીસે 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. એક દિવસ પહેલા સુરત પોલીસે હેલ્મેટ પહેરી બાઈક રેલીનું આયોજન…
અમેરિકી સરકારની કડક કાર્યવાહી, ગેરકાયદે રહેતા વધુ 119 ભારતીયોને પરત મોકલાશે
અમેરિકી સરકારની કડક કાર્યવાહી હાથ ધરી છે. અને અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 67 પંજાબના લોકો શામેલ છે. આ ખાસ Flight અમૃતસર એરપોર્ટ પર પહોંચશે, જ્યાં ભારત પરત ફરનારા લોકોને અમૃતસરથી પોત પોતાના વતન લઇ જવામાં આવશે. 33 હરિયાણાના લોકો પણ સામેલ છે. અમેરિકા તરફથી એસ્ટેબલિશમેન્ટ અને ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનને કારણે આ ભારતીયોને પરત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લોકો ઘણા સમયથી અમેરિકામાં ગેરકાયદે રહેતા હતા. અને તેમને પાછા મોકલવાનો નિર્ણય ભારતીય સરકાર અને અમેરિકી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. આ બધા લોકો હવે દેશમાં પાછા આવશે, જ્યાં તેમનો નવું જીવન શરૂ કરવાની તક મળશે. આ પરતફરી કામગીરી હવે વધુ આવા કિસ્સાઓને નાબૂદ કરવા માટે એક સંકેત…
રાજ્યમાંથી ઠંડી થઈ રહી છે ગાયબ, માર્ચ સુધીમાં પારો 40 પર પહોંચશે?
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. એટલે કે, લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન હવે 10ની ઉપર નોંધાઈ રહ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો 35ને પાર કરી રહ્યો છે. આગામી સમયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાતમાં ક્યાંય માવઠાની કે કોઈ મોટી ચેતવણીની સંભાનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે બપોરે જે આગાહી કરી હતી તેમાં ત્રણ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની આગાહી કી હતી. જોકે, આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આમ…
















