દીકરીના લગ્ન પ્રસંગે પિતા રહેશે હાજર શરતે છૂટાછેડા: હાઈકોર્ટમાં વર્ષોથી ચાલતા વિવાદનો સમાધાનથી અંત
– વર્ષ 2019માં પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી – સુનાવણી દરમિયાન ચર્ચા બાદ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંને પક્ષોમાં સમાધાન થયું અમદાવાદ: અમદાવાદના એક દંપતી વચ્ચે વર્ષોથી ચાલતો પરિવારિક વિવાદ અંતે સમાધાનથી પૂર્ણ થતા ગુજરાત હાઇકોર્ટે પતિ દ્વારા ફેમિલી કોર્ટના ચુકાદા સામે દાખલ કરાયેલી અપીલનો નિકાલ કર્યો છે. બંને પક્ષોએ સહમતિથી છૂટાછેડા લેવા તેમજ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ શરતો સાથે સમાધાન કર્યું છે. માહિતી મુજબ વર્ષ 2018માં પત્નીએ ફેમિલી કોર્ટમાં દામ્પત્ય હક્કોની પુનઃસ્થાપના માટે અરજી કરી હતી, જેમાં પતિ સાથે ફરીથી દાંપત્ય જીવન શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટએ અરજી મંજૂર કરી પતિને દાંપત્ય ફરજો નિભાવવાનો હુકમ કર્યો હતો. આ નિર્ણય સામે પતિએ વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં…
અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે શહેરમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર, પોલીસ કમિશ્નરનું જાહેરનામું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. આ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે સમગ્ર શહેરને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરતા સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ 9 માર્ચ, 2026ની રાત્રે 2:00 વાગ્યા સુધી અમદાવાદ શહેર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ પ્રતિબંધ હેઠળ ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર તેમજ હોટ એર બલૂન જેવા માનવ રહિત કે માનવ સંચાલિત હવાઈ સાધનોના ઉપયોગ પર મનાઈ રહેશે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હદ હેઠળ આવતા તમામ વિસ્તારોમાં લાગુ પડશે. જાહેરનામામાં જણાવાયું છે કે દેશ વિરોધી…
₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL
– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…
સ્કૂલના 100 મીટરમાં તમાકુ વેચાણ પર નજર રાખવાની જવાબદારી શિક્ષકોને! DDOના પત્રથી શિક્ષક વર્ગમાં રોષ
રાજકોટ જિલ્લામાં શિક્ષકોને વધુ એક વધારાની જવાબદારી સોંપવામાં આવતા શિક્ષક વર્ગમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર હવે શાળાઓની આસપાસ તમાકુ વેચાણ પર નજર રાખવાની તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસુલવાની જવાબદારી શિક્ષકો, આચાર્યો અને સરપંચોને સોંપવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ શાળાથી 100 મીટરના પરિસરમાં કોઈપણ વેપારી દ્વારા તમાકુનું વેચાણ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની ફરજ રહેશે. જો કોઈ વેપારી તમાકુ વેચતા ઝડપાય તો શિક્ષક, આચાર્ય અથવા સરપંચ દ્વારા તેની સામે કાર્યવાહી કરી દંડ વસુલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં આગળ એવું પણ જણાવાયું છે કે શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન જો આવી કોઈ ઘટના સામે આવશે તો સંબંધિત શિક્ષક અથવા આચાર્ય સામે…
ફાઈનલમાં ‘અમદાવાદનો સરદાર’ બુમરાહ, ન્યૂઝીલેન્ડ માટે ઘાતક!
– બુમરાહના સ્ટ્રેટેજિક ઓવર અને ન્યૂઝીલેન્ડના સ્ટ્રોંગ બેટ્સમેન વચ્ચેની ટક્કર, ફાઈનલને રોમાંચક બનાવશે. પંકજ મકવાણા – અમદાવાદ: આજે વિશ્વકપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની સૌથી મોટી આશા રહેશે જસપ્રિત બુમરાહ, જેને લોકોએ ટર્નિંગ પોઈન્ટ બોલર તરીકે ઓળખાવ્યો છે. સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવતા સમયે તેની ચાર ઓવર બોલિંગ ખુબજ અસરકારક સાબિત થઈ હતી, અને ફાઈનલમાં તે ફરી એકવાર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માટે મજબૂત ચેલેન્જ હશે. ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં અનુભવ્યું હતું કે બુમરાહ અંતિમ તબક્કામાં તેમના ખેલને ત્રાસ આપી શકે છે. ખાસ વાત એ છે કે ફાઈનલમાં શું બુમરાહ શરૂઆતી બોલિંગ કરશે કે અંતિમ ફેઝમાં, તે જોવું રસપ્રદ રહેશે. ફિન એલન જેવા બેટ્સમેન, જેમણે સેમિફાઈનલમાં માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી, માટે બુમરાહનો સામનો મોટો પડકાર સાબિત થઈ શકે છે. ભારતના…
અમદાવાદ પૂર્વમાં પોલીસ પ્રસ્તાવ: ઝોન-૮ રચાશે, વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન
પંકજ મકવાણા – અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો વચ્ચે કાયદો-વ્યવસ્થાની દેખરેખ મજબૂત કરવા અમદાવાદ સિટી પોલીસ દ્વારા નવા ઝોન-૮ની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રસ્તાવિત ઝોન માટે મયુર પાટીલની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિમણૂક થતાં યોજના ટૂંક સમયમાં અમલમાં આવવાની સંભાવના વધુ સ્પષ્ટ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઝોન-૮ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન હજુ બાકી છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આગામી એક મહિનામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી શકે છે. યોજનાનુસાર નવા ઝોનમાં પાંચથી છ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થશે, જે હાલના ઝોન-૫ અને ઝોન-૬માંથી પુનર્ગોઠવાશે. સાથે જ રામોલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપનાનો પ્રસ્તાવ પણ તૈયાર થયો…
₹450માં ફરજ? — હોમગાર્ડના હક માટે હાઇકોર્ટનો કડક આદેશ
– સરકાર ‘મોડલ એમ્પ્લોયર’ હોવા છતાં હોમગાર્ડ્સનું શોષણ કરી શકે નહીં! પંકજ મકવાણા – અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક ટકોર કરી છે કે ‘મોડલ એમ્પ્લોયર’ તરીકે ઓળખાતી સરકાર હોમગાર્ડ જવાનોનું શોષણ કરી શકે નહીં. 07 માર્ચના TOI રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ મૌલિક શેલાટે આદેશ આપ્યો છે કે હોમગાર્ડ્સનું દૈનિક ભથ્થું હાલના રૂ. 450થી વધારીને પોલીસ કર્મચારીઓના લઘુત્તમ પગારના સમકક્ષ કરવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલનો માસિક લઘુત્તમ પગાર રૂ. 21,000થી રૂ. 25,000 વચ્ચે હોવાથી, હોમગાર્ડ્સને મળતી રકમ ઘણી ઓછી છે તેવું કોર્ટે સ્પષ્ટ નોંધ્યું.2020માં દાખલ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે ‘ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક’ની માંગણી નકારી કાઢી હતી, કારણ કે હોમગાર્ડ્સની ફરજો પોલીસની સમાન નથી. તેમ છતાં, રાજ્યના અડગ વલણને ‘તાનાશાહી’ અને ‘મનમાની’ ગણાવી કોર્ટે કહ્યું, “સરકાર…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026: ગુજરાતમાં મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈઓ, શિક્ષણથી સંશોધન સુધી વધતી ભાગીદારી
પંકજ મકવાણા – અમદાવાદ: આજે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીઓએ નવા માઈલસ્ટોન્સ હાંસલ કર્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે સુરક્ષા અને સંશોધન જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓની ભૂમિકા મજબૂત બની છે. આ વર્ષે મહિલા દિવસની થીમ ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ હેઠળ ગુજરાતમાં મહિલાઓની પ્રગતિને વધુ ગતિ મળી છે.ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓની વધતી સંખ્યા: 25 હજારનો વધારોગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. સામાજિક-આર્થિક સમીક્ષા 2025-26 અનુસાર, રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વર્ષ 2023-24માં 8.82 લાખ હતી, જે વધીને 2024-25માં 9.07 લાખ થઈ છે. આમ, એક વર્ષમાં 25 હજારનો વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે…















