રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા છે.
ગઇકાલે મોડી રાત્રે વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે પવન ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ બસ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસની કેબિનમાં બેસેલ 2 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત
વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત થયો હતો. આગળ ટ્રક હતો તેની પાછળ બસ અથડાઈ હતી. બસની કેબીનમાં બેઠેલા બે લોકોના મોત થયાં છે. મૃતકોમાં એક અમદાવાદના રહેવાસી છે. જ્યારે અમરેલીના 25 વર્ષના યુવકનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
મૃતક
પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર વર્ષ 25 – અમરેલી
ચંદુભાઈ સવજીભાઈ કુંભાણા ઉંમર વર્ષ 58 -અમદાવાદ
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






