ટ્રમ્પનો વોર પ્લાન ફરી થયો લીક, સંરક્ષણ મંત્રીએ સિગ્નલ પર સંપૂર્ણ વિગતો કરી શેર

હુથી બળવાખોરો પર હુમલો કરવાની યોજના ફરી એકવાર લીક થઈ ગઈ છે. ટ્રમ્પના મંત્રીમંડળ પર ફરીથી આ આરોપ લાગ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે સિગ્નલ મેસેજિંગ એપ પર હુથીઓ પર હુમલો કરવાની યોજના લીક કરી હતી.

પીટ હેગસેથ પર સિગ્નલ પર યમનના હુથી બળવાખોરો સામેના યુએસ લશ્કરી હુમલા વિશે સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે. આ મામલો ખૂબ જ ગંભીર છે. હેગસેથે આ માહિતી એક ખાનગી સિગ્નલ ગ્રુપમાં શેર કરી હતી જેમાં તેમની પત્ની જેનિફર રૌચેટ હેગસેથ, ભાઈ ફિલ હેગસેથ અને અંગત વકીલ ટિમ પાર્લાટોર સહિત લગભગ એક ડઝન લોકો હાજર હતા. આ ગ્રુપનું નામ ડિફેન્સ ટીમ હડલ હતું, જે હેગસેથે જાન્યુઆરી 2025માં બનાવ્યું હતું. આ ચેટ માટે, હેગસેથે કોઈ સરકારી ઉપકરણનો ઉપયોગ કર્યો ન હતો પરંતુ પોતાના અંગત ફોનનો ઉપયોગ કર્યો હતો.

આ પહેલા પણ બની હતી આઅ પ્રકારની ઘટના
માર્ચની શરૂઆતમાં, સિગ્નલ સંબંધિત આ મામલો પહેલીવાર પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પહેલીવાર હુતી બળવાખોરો પર યુએસ હુમલાની યોજના ચેટ પર લીક થઈ હતી. ધ એટલાન્ટિક મેગેઝિનના સંપાદક જેફરી ગોલ્ડબર્ગને આકસ્મિક રીતે સિગ્નલ ગ્રુપ ચેટમાં ઉમેરવામાં આવ્યા.

ટ્રમ્પ કેબિનેટના ટોચના અધિકારીઓએ યમનમાં હુથી બળવાખોરો પર હુમલાની ગુપ્ત યોજના અંગે ચર્ચા કરવા માટે એક મેસેજિંગ એપ પર એક જૂથ બનાવ્યું હતું. આ ગ્રુપમાં ખૂબ જ સંવેદનશીલ માહિતી શેર કરવામાં આવી રહી હતી. ઉદાહરણ તરીકે, અમેરિકા યમનમાં હુથી બળવાખોરો સામે પોતાનો આગામી હુમલો ક્યારે શરૂ કરશે? આ હુમલો કયા સમયે અને કયા હથિયારોથી કરવામાં આવશે? પરંતુ સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (NSA) માઇક વોલ્ટ્ઝે ધ એટલાન્ટિક મેગેઝિનના એડિટર-ઇન-ચીફ જેફરી ગોલ્ડબર્ગને મેસેજિંગ એપ સિગ્નલમાં ઉમેરવાની વિનંતી મોકલી. આ ગ્રુપમાં યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ, વિદેશ પ્રધાન માર્કો રુબિયો, એનએસએ માઇક વોલ્ટ્ઝ, રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના ડિરેક્ટર સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થતો હતો.

ગોલ્ડબર્ગે કહ્યું હતું કે 11 માર્ચે, મને માઈકલ વોલ્ટ્ઝ નામના યુઝર તરફથી સિગ્નલ પર કનેક્શન વિનંતી મળી. સિગ્નલ એક ઓપન-સોર્સ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ એપ છે જે પત્રકારોમાં વધુ લોકપ્રિય છે. ગોલ્ડબર્ગ કહે છે કે શરૂઆતમાં હું સમજી શક્યો નહીં કે આ માઈકલ વોલ્ટ્ઝ ટ્રમ્પ કેબિનેટમાં NSA વોલ્ટ્ઝ છે. હું તેને પહેલા પણ મળ્યો છું પણ મને લાગ્યું કે માઈકલ વોલ્ટ્ઝ નામના કોઈએ મને સામેલ કર્યો હશે. પરંતુ પછી મને ખ્યાલ આવ્યો કે મારા ટ્રમ્પ કેબિનેટ સાથીઓ આ ગ્રુપ સાથે સંકળાયેલા હતા.

આ પણ વાંચો: કેનેડામાં ગુરુદ્વારા બાદ હવે એક હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કર્યું આ કામ ; જુઓ વીડિયો

તેમણે કહ્યું કે બે દિવસ પછી સાંજે 4.28 વાગ્યે મને એક સૂચના મળી કે મને હુથી પીસી સ્મોલ ગ્રુપ નામના સિગ્નલ ચેટ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો છે. આ જૂથમાં જોડાયા પછી, સંદેશ મોકલવામાં આવ્યો કે હુતી બળવાખોરો પર હુમલો કરવા માટે આ જૂથ દ્વારા સંકલન કરવામાં આવશે.

ગોલ્ડબર્ગે ધ એટલાન્ટિક મેગેઝિનમાં આ વિશે એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે 15 માર્ચે યમનમાં હુતી બળવાખોરોના ઠેકાણાઓ પર બોમ્બમારો થયાના બે કલાક પહેલા મને ખબર પડી હતી કે હુમલો થઈ શકે છે. સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે સવારે 11.44 વાગ્યે આ યુદ્ધ યોજના ગ્રુપને મોકલી. જ્યારે ટ્રમ્પને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. તેમણે ધ એટલાન્ટિક પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે હું તેનો ચાહક નથી. મારા માટે, ધ એટલાન્ટિક એક એવું મેગેઝિન છે જે બંધ થવાનું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *