અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…….

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે આવ્યાં છે. જ્યાંઅમેરિકા દ્વારા નાગરિકોને ડિપોર્ટ કરવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક દેશ પોતાની સ્ટ્રેટેજી અને કાયદા મુજબ ડિપોર્ટેશનની કાર્યવાહી કરે છે.

કેન્દ્રીય મંત્રની સ્પષ્ટતા :- સમગ્ર ઘટનાને લઇ અને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવતા ભારતીયોને લઇ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોઇ પણ દેશ ગેરકાયદેસ રીતે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરે છે. આપણે પણ કરીએ છીએ જે પોતાનો સોવરિય રાઇટ છે. આ મુદ્દે કોઇ દેશ વિશેષ ટિપ્પણી ન કરી શકે. દરેક દેશ પોતાની નિયમો મુજબ કાર્યવાહી કરે છે.

ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા :- નોંધનીય છે કે, અમેરિકાએ ગેરકાયદે વસતા ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા હતા. અમેરિકાએ ત્રણ તબક્કામાં કૂલ 332 ભારતીયોને ડિપોર્ટ કર્યા. જેમાં 74 ગુજરાતીઓ છે. દિલ્હી અને ગુજરાતમાં પણ આ મુદ્દે હોબાળો મચ્યો હતો. અમેરિકા દ્વારા ગેરકાયદે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરવાનો મુદ્દો એટલા માટે વધુ ઉહાપોહ થયો કારણ કે તમામને ફલાઈટમાં બેડી પહેરાવી વતન પરત મોકલાયા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભા બહાર કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી જાણો સમગ્ર જાણકારી… 2026 ,

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી: શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ, એકતા-અખંડિતતાનો સંકલ્પ  અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો. વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાયો. અમરેલીમાં 14 ઓગસ્ટ, 2026ના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો નિર્દોષ લોકો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *