ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં, ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવા ભક્તોમાં રોષ

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી.

આજથી તમામ આરતી માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે.

આ પણ વાંચો :- દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે 22/11/24 ના રોજ આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જેમાં તે સમયે વારાદારી નીચે ખસી ગયા હોત તો આ ઘટના ન ઘટી હોત. પરંતુ આરતી ઉતારનાર વારાદારીએ સાથેના વારાદારીને ખસવાનું કહ્યું પરંતુ ખસ્યા ન હતા, જેના કારણે ખેસ સળગ્યો હતો.

આ નવા નિયમની રીતે જો ભગવાન સન્મુખ ઉભા રહી વારાદારી આરતી ઊતરે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં મુશ્કેલી વેઠવાની વારી આવી શકે તેમ છે. ત્યારે એક ઘટનાને લઈ લેવાયેલા નિર્ણયને લઈ ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે સમગ્ર ઘટનામાં આરતી માટે ડાકોર ટેમ્પલ કમિટીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો.

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *