વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પહેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન તરીકેના તેમના જુદા જુદા કાર્યકાળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પ્રથમ કાર્યકાળમાં, લોકો મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હું દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજા કાર્યકાળમાં હું ભૂતકાળના પરિપ્રેક્ષ્યથી વિચારતો હતો. ત્રીજી ટર્મમાં મારી વિચારસરણી બદલાઈ ગઈ છે, મારું મનોબળ ઊંચું થયું છે અને મારા સપના મોટા થઈ ગયા છે.
-> ‘સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ’ :- આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે – હું ઈચ્છું છું કે વિકસિત ભારત માટે 2047 સુધીમાં તમામ સમસ્યાઓનો ઉકેલ આવે, સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ. આ જ વાસ્તવિક સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતા છે. આની પાછળનું પ્રેરક બળ છે – AI- ‘એસ્પિરેશનલ ઈન્ડિયા’. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે વધુને વધુ યુવાનોએ રાજકારણમાં જોડાવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે રાજકારણમાં મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે આવવું જોઈએ.
-> અમે તટસ્થ નથી, અમે શાંતિના પક્ષમાં છીએ – PM મોદી :- વડા પ્રધાને આ પોડકાસ્ટમાં વિશ્વની વર્તમાન પરિસ્થિતિ અને તેમના વ્યક્તિગત દૃષ્ટિકોણ તેમજ વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. રાજકારણમાં પોતાના અનુભવો શેર કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં એક ભાષણ આપ્યું હતું જેમાં મેં કહ્યું હતું કે ભૂલો થાય છે, એવું નથી કે ભૂલો થતી નથી. દરેકને થાય છે, મારાથી પણ થાય છે. હું દેવતા નથી. સમગ્ર વિશ્વમાં યુદ્ધની સ્થિતિ પર તેમણે કહ્યું કે યુદ્ધની આ સ્થિતિમાં હું હંમેશા કહેતો આવ્યો છું કે અમે તટસ્થ નથી, પરંતુ શાંતિના પક્ષમાં છીએ.