સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત

દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન કોર્ટએ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ અશ્લીલ અને માનસિક અસર પહોંચાડનારા કન્ટેન્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, “મોબાઇલમાં એપ ખોલતા જ એવો કન્ટેન્ટ સામે આવી જાય છે, જે જોવો યોગ્ય નથી. સમાજ પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે.”

કોર્ટએ સ્પષ્ટ કર્યું કે—
– OTT અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શરૂ થવા પહેલાં સ્પષ્ટ એલર્ટ અને ડિસ્ક્લેમર ફરજિયાત હોવા જોઈએ.
– માત્ર 18+ પ્રેક્ષકો પર ફોકસ પૂરતું નથી; જાહેર વપરાશ માટે અયોગ્ય સામગ્રીથી સમાજને સુરક્ષિત કરવી જરૂરી છે.
– કન્ટેન્ટ જોવા માટે ઉંમર ચકાસણી માટે આધાર જેવી ઓથન્ટિક સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે.
– આવી વ્યવસ્થાઓ આજે જરૂરિયાત છે જેથી જવાબદાર ડિજિટલ સમાજનું નિર્માણ થઈ શકે.

ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું કે વાંધાજનક સામગ્રી વાયરલ થવામાં માત્ર થોડો સમય જ લાગે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે, “ક્યારેક કન્ટેન્ટ 48 કલાક પછી પણ દૂર થાય ત્યારે સુધીમાં તે લાખો લોકો સુધી પહોંચી જાય છે. તેથી નિયમન જરૂરી છે.”

કોર્ટએ સૂચવ્યું કે એક ઉચ્ચ સ્તરીય સમિતિ રચવી જોઈએ જેમાં મીડિયાના નિષ્ણાતો, ન્યાયતંત્ર, અને ટેકનોલોજી ક્ષેત્રના સભ્યોનો સમાવેશ થાય. આ સમિતિ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રસ્તાવિત નિયમોનો અભ્યાસ કરી શકે.

આ કેસ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ પણ થયો, જેમાં ન્યૂઝ બ્રોડકાસ્ટર્સે નિયમોને સેન્સરશિપ ગણાવ્યા હતા. પ્રતિભાવમાં કોર્ટએ સ્પષ્ટ કર્યું કે, “સેન્સરશીપ નહીં પરંતુ સામગ્રીનું જવાબદાર નિયંત્રણ જરૂરી છે.”

આગામી સુનાવણી કેન્દ્રના જવાબ બાદ થશે અને દેશના OTT નિયમનમાં મોટા ફેરફારોની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…