દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

વિકાસ સહાયે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારે મજબૂત કરવામાં આવશે. રાજ્યના મહાનગરો, તેમજ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂછપરછ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય પોલીસ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રણની રંગત અને સિનેમાની ચમક: કચ્છ હવે ગુજરાતી ફિલ્મો માટે પ્રથમ પસંદગી.

સફેદ રણ હવે સિનેમાનું નવું હબ: ગુજરાતી ફિલ્મોના શૂટિંગથી કચ્છમાં રોજગારીની ભરતી! કચ્છ: ગુજરાતનું સફેદ રણ, જે પહેલા માત્ર પ્રવાસન માટે જાણીતું હતું, તે હવે ગુજરાતી સિનેમા (Dhollywood) માટે ‘ગોલ્ડ…

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…