બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BSF એલર્ટ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડક સુરક્ષા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સરહદ પરની તમામ હરકતો પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કાયદા અનુસાર જરૂરી કાર્યવાહી કરવા તૈયાર છે. હિંસા પછી સરહદ પાર અવરજવારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તણાવ યથાવત છે. વિદ્યાર્થી નેતા અને ઇન્કિલાબ મંચના કન્વીનર શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા વધી છે. એક પછી એક મીડિયા ઓફિસોને આગ લગાવવામાં આવી રહી છે, તેમજ મૈમનસિંહ જિલ્લામાં એક હિન્દુ યુવકને માર મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પછી ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગેડે ખાતે સરહદ ક્રોસિંગ પર મૈત્રી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.…

US: વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, બે નેશનલ ગાર્ડના મોત; ટ્રમ્પે કહ્યું હુમલાખોરને ભારે કિંમત ચૂકવવી પડશે

યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારના ભયાનક બનાવમાં બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કરી તેમને અંતે મોતને ભેટવા પાડ્યું. વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ આ ઘટના અંગે પુષ્ટિ આપી છે. પોલીસએ ઘટનામાં શંકાસ્પદ એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. ગોળીબાર ક્યાં બન્યો? આ ઘટનાનો કેન્દ્ર 17મી સ્ટ્રીટ અને એચ સ્ટ્રીટનો વિસ્તાર હતો, જે વ્હાઇટ હાઉસથી માત્ર બે બ્લોક દૂર છે. તાત્કાલિક પોલીસ, ફાયર વિભાગ અને કટોકટી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. યુએસ સિક્રેટ સર્વિસ, એટીએફ અને નેશનલ ગાર્ડના કર્મચારીઓએ આસપાસના વિસ્તારને ઘેરી દીધું. નેશનલ મોલ પર એક હેલિકોપ્ટર પણ ઉતર્યો હતો. ટ્રમ્પની પ્રતિક્રિયા યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, “જે વ્યક્તિએ બે નેશનલ…

ગુજરાતમાં બે દિવસ માટે “નો ડ્રોન ઝોન”: પશ્ચિમ કચ્છ જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 અને 21 નવેમ્બર 2025ના રોજ પશ્ચિમ કચ્છ જિલ્લાના મહત્વપૂર્ણ કાર્યક્રમોની મુલાકાત લેશે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સુરક્ષા વધારવા માટે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. કચ્છના જિલ્લા કલેક્ટરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને આખા પશ્ચિમ કચ્છ જિલ્લામાં બે દિવસ માટે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે. 20–21 નવેમ્બર: ડ્રોન સહિત તમામ ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ જાહેરનામા મુજબ બે દિવસ સુધી નીચેના તમામ સાધનોનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત રહેશે: – ડ્રોન (Drone) – ક્વાડ કોપ્ટર (Quad Copter) – પાવર્ડ એરક્રાફ્ટ (Powered Aircraft) – માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (Micro Light Aircraft) – હેંગ ગ્લાઈડર (Hang Glider) – પેરા ગ્લાઈડર (Paraglider) – પેરા મોટર (Paramotor) – હોટ એર બલૂન (Hot Air Balloon)…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા મુખ્ય છે. અંબાજી, સોમનાથ મંદિરે સુરક્ષા વધારી: શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષા બંદોબસ્ત સઘન રીતે વધારવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતા શ્રદ્ધાળુઓ અને તેમના સામાનની ચેકિંગ તદ્દન સખત છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસના ચેકિંગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે સઘન ચેકિંગ: રાજ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. વિકાસ સહાયે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારે મજબૂત કરવામાં આવશે. રાજ્યના મહાનગરો, તેમજ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂછપરછ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…

ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાની પૃષ્ઠભૂમિમાં સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કરતારપુર કોરિડોર ભારતના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે જોડે છે, જ્યાં શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવે જીવનના છેલ્લાં દિવસો વિતાવ્યા હતા. આ સ્થળ શીખ સમુદાય માટે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તણાવ વચ્ચે બુધવારે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ ગુરદાસપુર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. કરતારપુર કોરિડોર મારફતે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ વિઝા વિના પાર્શ્વવર્તી દેશે જતા હોય છે. આ…