ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો

ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ એને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. આ તરફ આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હવે પોલીસ દ્વારા આ કેસમાં અજાણ્યા શખ્સ સામે NC ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર લાકડી જેવા પદાર્થ વડે ઈજા પહોંચાડ્યાના નિશાન જોવા મળ્યા. લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન જોવા મળ્યા છે. સાથે જ રિપોર્ટના મુદ્દા નંબર 30 અને 31માં ગુદામાં 7 સેન્ટી મીટરનો ચિરો હોવાનો ઉલ્લેખ પણ છે.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીર પર ઈજાના નિશાન કેવી રીતે પડ્યા તેનો બે ભાગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે, જયારે બીજા ભાગમાં કુલ 31 મુદ્દામાં કેવી-કેવી ઈજા થઈ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. શરીર પર 4-4 સેન્ટીમીટરના ઇજાના જે નિશાન છે તે અકસ્માતથી થયા છે કે કેમ તે પણ સવાલ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકુમારના ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા હતા.

–: શું છે સમગ્ર મામલો ? :-

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે. આ સમગ્ર કેસમાં રાજકુમાર જાટના પિતા હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ગોંડલ ગણેશ અને તેના માણસો પર આરોપ લગાવ્યા છે. રતનલાલ જાટ ગણેશ જાડેજા અને તેના સાથીઓએ રાજકુમારની હત્યા કરી હોવાની વાત પર અડગ છે અને પોતાના દીકરાની હત્યા બદલ ન્યાયની માગણી કરી છે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *