વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત થઈ છે. વડોદરામાં સરકારી કચેરીને સરકારે જ સીલ મારવું પડ્યું છે. ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ સીલ લાગ્યું છે. ડભોઈ કોર્ટે ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ડભોઈ કોર્ટે 30 કરોડ ખેડૂતોને ચૂકવવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે
જમીન સંપાદન મામલે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સામે કાનૂની લડત લડી રહ્યા હતા. આખરે ખેડૂતોની 34 વર્ષની લડત રંગ લાવી છે. મળતી વિગત મુજબ 1989માં નર્મદા નિગમે ડભોઈની આસપાસ 6 ગામોની જમીન સંપાદિત કરી હતી. અને 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચો. ફૂટ ભાવે આ જમીનનું વેચાણ કર્યું. ખેડૂતોને જમીનનો જે ભાવ આપવામાં આવ્યો તે ઓછો લાગતા કોર્ટમાં લડત ચલાવી હતી. ખેડૂતોએ 86 રૂપિયા પ્રતિ ચો. ફૂટ નો ભાવ માંગ્યો હતો. તેની સામે સરકારે ફકત 23 રૂપિયા ચો. ફૂટ ભાવ આપતા ખેડૂતો તેમની જમીનના યોગ્ય ભાવ મળે માટે આખરે કોર્ટના શરણે ગયા હતા.
સરકારે માંગણી મુજબ નાણાં ના આપતાં ખેડૂતોએ કાનૂની લડત ચલાવી હતી. અને 34 વષર્થી વધુ વર્ષોની લડત બાદ હાલમાં ડભોઈ કોર્ટે નર્મદા નિગમને ખેડૂતોને નાણાં ચૂકવવા આદેશ કર્યો હતો. છતાં પણ નર્મદા નિગમે નાણાંની ચૂકવણી ના થતા ડભોઈ કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. થોડા સમય અગાઉ ડભોઈના ખેડૂતોએ સરદાર સરોવર નર્મદા નિગમની ઓફસિનો સામાન જપ્ત કરી ધમસાણ મચાવ્યું હતું. ડભોઈના ખેડૂતો સરકારે તેમની માગ પૂર્ણ ના કરતા રોષે ભરાયા હતા. અને એટલે જ નર્મદા નિગમને બાનમાં લીધું હતું.
આ પણ વાંચો :- Gandhinagar : રાજ્યમાં ગરમી પડવાની થઈ શરૂઆત, પવનોની દિશા બદલાતા તાપમાન વધશે
ડભોઈમાં 1989માં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી હતી. પરંતુ સરકારે જે ખેડૂતો પાસેથી જમીન લીધી તેમને યોગ્ય વળતર ચૂકવ્યું નહોતું. સરકારે લીધેલ જમીન ફળદ્રુપ જમીન છે અને તેમાં પાકનું સારું વાવેતર કરવામાં આવતું હતું. આ જમીન સરકારે હસ્તક લેતાં ખેડૂતોને સારું વળતર ચૂકવવાનો દાવો કર્યો હતો. પરંતુ સરકારે જમીન સંપાદન કર્યા બાદ તેના મૂળ માલિક ખેડૂતોને યોગ્ય વળતર ના આપતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. ડભોઈના ખેડૂતોએ સરકારને કાનૂની લડત આપી અને આખરે તેમની જીત થઈ છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








