Gandhinagar : રાજ્યમાં ગરમી પડવાની થઈ શરૂઆત, પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

રાજ્યમાં આજથી ગરમી વધવાનું અનુમાન હવામાન વિભાગે કર્યુ છે.પવનોની દિશા બદલતા તાપમાન ઊંચકવાની શરૂઆત થઈ છે. હાલમાં તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાઈ રહ્યું છે પરંતુ, ત્રણ દિવસ બાદ જે પ્રકારે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી વ્યક્ત કરી છે, તે રીતે 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ મહત્તમ તાપમાન કેટલાક જિલ્લાઓનું થઈ શકે છે. હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં પરંતુ, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધશે.

આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધુ તાપમાન મહુવામાં 38.2 ડિગ્રી,અમદાવાદમાં 37.5 ડિગ્રી, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી,ડીસામાં 38.1 ડિગ્રી, વડોદરામાં 37 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 35.2 ડિગ્રી, ભાવનગરમાં 35.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.3 ડિગ્રી,રાજકોટમાં 37.7 ડિગ્રી, કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો :- Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

ગરમીનો પારો ઉચકાયો :- રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Air India Emergency Landing Jaipur Airport Security Protocols 2026: એર ઇન્ડિયા ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ..જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ..

Air India Flight Hijack Alert: જર્મનીથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું Jaipurમાં ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ ATCને મળ્યો હાઇજેકનો સંકેત Air India Emergency Landing Jaipur: જર્મનીના ફ્રેન્કફર્ટથી દેશની રાજધાની દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ મળતાં ઉડ્ડયન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. 14 ઑક્ટોબર 2026ના રોજ ફ્લાઇટ AI-2030ને સુરક્ષા કારણોસર Jaipur ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનના સંદર્ભમાં અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેક સાથે સંકળાયેલો સંકેત મળ્યો હતો. આ પછી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ વિમાનનું જયપુરમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાન તથા સામાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. -> ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં શું બન્યું? :-…

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *