સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને અપહરણ અને પોક્સોના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. લાજપોર જેલમાં બંધ આરોપી કલ્પેશ ગલસાણીયા ફર્લો રજા ઉપર મુક્ત થયો હતો. ત્યાર બાદ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો.
પોલીસને મળી સફળતા:- પોલીસની યાદીમાં જેલમાંથી ફરાર થયેલ માથાભારે ગુંડો કલ્પેશનું મોખરે હતું. પોલીસે આવા જેલની સજા બાદ ફરાર થઈ ગયા હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ગોડદારામાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગોડાદરાનો શોપિંગ સેન્ટર પર રેડ પાડી આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કરી છે. આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને લાજપોર જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.
આરોપી પોલીસનાં સંકજામાં:- આરોપી કલ્પેશ ગલસાણીયા સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અપહરણ-પોસ્કોનો ગુનો નોંધાયો છે. આરોપી કલ્પેશ ગલસાણીયાએ 15 વર્ષની બાળકીનું અપહરણ કરી ચોટીલા મુકામે લઈ ગયો હતો. બાળકીનું અપહરણ કરી કલ્પેશે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ હેઠળ ગુનો નોંધાયો હતો. માથાભારે ગુંડા કલ્પેશ ગલસાણીયાને પોસ્કોના કાયદા હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








