સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે, આજદિન સુધી અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ નજરે પડ્યું ન હતું. જેને લઇ આગની ઘટનામાં ફાયર બ્રિગેડને પરેશાન થવાની વારી આવી હતી.

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *