આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.

ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી.

તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું છે.

Related Posts

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે અને આગામી એક સપ્તાહ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, દક્ષિણ…

મહેસાણામાં ભારે વરસાદનો કહેર: દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ માસૂમ બાળકનું મોત

ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં ભારે વરસાદને કારણે એક કરુણ અકસ્માત સર્જાયો છે. શહેરના પટ્ટાવાળાની ચાલી વિસ્તારમાં જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈને એક માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત થયું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *