ગુજરાતમાં 6 નવા સંગ્રાહલયો બનશે, મંત્રી મુળુભાઈ બેરાએ આપી માહિતી

ગુજરાતમાં 6 નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ‘ગુજરાત વંદના સંગ્રહાલય’નું ૧૨ એકર વિસ્તારમાં SOU-એકતા નગર ખાતે નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે. આ માટે છેલ્લા બે વર્ષમાં અંદાજે રૂ. ૩.૯૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું.

મંત્રી મુળુભાઈએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે,‘ગુજરાત વંદના સંગ્રહાલય’માં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવવામાં આવનાર છે.જેમાં ટેકનોલોજીયુકત વિવિધ ૮ ગેલેરીઓ પણ બનાવવામાં આવશે. આ સિવાય નવા છ સંગ્રહાલયોમાં કેવડિયા ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય, વીર બાળ સંગ્રહાલય ભુજ, કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રાજ્યમાં હયાત સંગ્રહાલયોના સમારકામ માટે રૂ. ૩૯.૯૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં વર્તમાનમાં પાંચ સંગ્રહાલયોની અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે જેમાં, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે બારડોલી ખાતે આવેલા સંગ્રહાલય તેમજ દરબાર હોલ, સાપુતારા -ડાંગ, રાજમાતા સંગ્રહાલય પાટણ વગેરેનો સમાવેશ થાય છે.

સાપુતારા ડાંગ ખાતેના સંગ્રહાલયનું કુલ રૂ. ૩૦ કરોડના ખર્ચે તબક્કાવાર સમારકામ કરવામાં આવશે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૬ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય ઉપરકોટ-જૂનાગઢ ખાતે દેવાયત બોદરનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *