રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે.
-> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
-> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે વધારો :- ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે. જેથી ગરમીની સાથે બફારાનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન લગાવ્યું છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે એવી સંભાવના છે.








