પરીક્ષાને ધ્યાને લઈને રાજકોટ ST વિભાગ સજ્જ બન્યું છે. રાજકોટ એસટી વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે અને વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બતાવીને એક્સપ્રેસ બસમાં મુસાફરી કરી શકશે જેથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે.
રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે શાળાઓને એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે, તેમને પણ બસ ફાળવવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આ મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ એસટી વિભાગે આ વિશેષ વ્યવસ્થા કરી છે.








