રેલવે 50 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને લેવાયો નિર્ણય

દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે વિભાગે હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા વધારાની 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે સાથો સાથ મુસાફરોની માંગને ધ્યાને રાખી સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વધારાનો સ્ટાફ મૂકાયો છે. આ પણ વાંચો :- હોલિકા દહનની રાત્રે, કાળા તલ અને સરસવ સાથે આ ચમત્કારિક યુક્તિ કરો! ઘરમાં પૈસાનો ઢગલો હશે સૌથી વધારે મુંબઈ સેન્ટરથી હોલીડે સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવશે. મુસાફરોની ડિમાન્ડને જોઈ વધારાની ટ્રેનો દોડાવવાની પશ્ચિમ રેલવે જાહેરાત કરી છે. જ્યારે ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે. 9 માર્ચથી 13 માર્ચ દરમિયાન એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. ડાકોર, દાહોદ, ગોધરા સહિતના મુસાફરોના…

Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

આગામી હોળી ધુળેટીનાં તહેવારો દરમિયાન લોકોને સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા દર વર્ષે પુરી પાડે છે. આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ :- નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી, વ્યવસાય, મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો…

રાજકોટ ST વિભાગ સજ્જ , બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે કરી આવી વ્યવસ્થા

પરીક્ષાને ધ્યાને લઈને રાજકોટ ST વિભાગ સજ્જ બન્યું છે. રાજકોટ એસટી વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે અને વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બતાવીને એક્સપ્રેસ બસમાં મુસાફરી કરી શકશે જેથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે. રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે શાળાઓને એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે, તેમને પણ બસ ફાળવવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આ મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ એસટી વિભાગે આ વિશેષ વ્યવસ્થા કરી છે.

મહાશિવરાત્રિની થશે સોમનાથમાં ઉજવણી, આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો કરાવશે પ્રારંભ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો પ્રારંભ થશે. જેનો આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. તેમજ આ પ્રોગામમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સન્માનિત જોડાશે. -> વિવિધ કાર્યક્રમનું આયોજન :- 24 થી 26 ફેબ્રુઆરી સુધી કલા દ્વારા આ આરાધનાનો અલૌકિક ઉત્સવ ઉજવવામાં આવશે. ત્રિવેણી ઘાટે દરરોજ સાંજે સંગમ આરતી, વાઘમ-નાદસ્ય યાત્રા ઉપર પ્રદર્શન પણ યોજાશે. તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. -> વિશેષ બસ દોડશે :- આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્રારા યાત્રિકોને વેરાવળ બસ સ્ટેશનથી સોમનાથ મહાશીવરાત્રી મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી જવા તેમજ પરત આવવા…