જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ

ગુજરાતમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા તો જંત્રીના દર લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને મુખ્યમંત્રી જંત્રી દર લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેશે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

એપ્રિલ મહિનામાં લાગુ થઈ શકે છે ભાવ :- ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટે સરકારને મળી છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે.

કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન :- રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. જેથી શહેરમાં 1000 જ્યારે જિલ્લામાંથી 800 વાંધા આરજીઓ આવી છે. મોટા ભાગે જંત્રી દરમાં વિસંગતતા હોવાની અરજીઓ છે. સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. જે કેટલી યોગ્ય છે અને જંત્રીદરમાં કેટલી વિસંગતતા છે તેની સમીક્ષા કરવા કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન થયું હતું.

આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

જંત્રીનો ભાવ સમયાંતરે બદલાતો રહે છે :- રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે.રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪- ૨૦૨૩ થી અમલમાં છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *