Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

ગુજરાતમાં ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યા છે. અમદાવાદના જુહાપુરાના ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પડી છે. આરોપી સામે હત્યા, મારામારી જેવા ગુના નોંધાયેલા છે જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. મુશીરની હવેલી મહેલ કરતા પણ મોટી છે ત્યારે તેને તોડી પડાઈ છે. ત્યારે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હવેલી તોડી પડાઈ છે.

આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

સરખેજમાં આરોપીઓનું મકાન તોડી પડાયું :- અસામાજિક તત્ત્વો વિરુદ્ધની ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન પાંચ ગેરકાયદેસર મકાનો તથા નવ દુકાનો તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા વાધજીપુરા ખાતે આવેલ મનપસંદ કલબનું ત્રીજા માળનું બાંધકામ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ગેરકાયદેસર મકાનો તથા શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હોટેલ અને કાફે ડિમોલિશ કરવામાં આવ્યાં. આ ઉપરાંત અન્ય બે ગેરકાયદેસર શેડ અને દુકાન તથા સાબરમતી વિસ્તારમાં ૭ મકાન ડિમોલીશ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

આરોપીઓને રાજકોટ જેલમાં મોકલાયા :- અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરીર સંબંધી ગુનાની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 5 ઈસમો સાથે કુલ 37 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને તમામ આરોપીઓને પાસા અટકાયતી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેવા મોકલી આપ્યા હતા.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *